આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૨૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૨૭ રાખવાવાળો છું અને તેથી જ હું જે પરમ તત્ત્વ મેળવવા મથી રહ્યો છું તે પરમ તત્ત્વની દીક્ષા તરફ મારું શિક્ષણકાર્ય મને લઈ જશે, એવી ભાવનાથી મેં આ કાર્ય સ્વીકાર્યું છે.’’ એવું જેનું દૃઢ મંતવ્ય છે તે જ શિક્ષક થવાને યોગ્ય છે. જેનું ધાર્મિક જીવન શિક્ષણજીવન સાથે એકતાર થઈ જાય છે. જેની સર્વ ધાર્મિક ક્રિયાઓ શિક્ષણક્રિયામાં ઓતપ્રોત થઈ જાય છે, જે પોતાનું આધ્યાત્મિક ધ્યેય પવિત્ર શિક્ષણકાર્યની સફળતામાં નિહાળે છે, તે જ મનુષ્ય શિક્ષક થવાને યોગ્ય છે. (૨) બીજી આવશ્યકતા તે કાર્યની ઉપાસના છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ તેની ઉપાસના વિના થઈ શકતી નથી. જ્યાં સુધી માણસ પાગલ થઈ શકતો નથી. ત્યાં સુધી તેણે કોઈ પણ કામ સિદ્ધ કર્યું નથી. જે માણસમાં કામ પાછળ મંડયા રહેવાનો સ્વભાવ નથી, તે માણસ કોઈ પણ ધંધાને ખરી રીતે લાયક જ નથી. આ હિસાબે શિક્ષકમાં ઉપાસના કરવાનું બળ જોઈએ, શિક્ષણ પાછળ પાગલ થવાની તાકાત જોઈએ, અને શિક્ષણ પાછળ અવિશ્રાન્ત શ્રમ ઉઠાવવાને વીર્ય જોઈએ. શિક્ષણ પાછળ જે ગાંડો નથી તે શિક્ષક જ નથી. કોઈ પણ ખરા ધંધાદારીનું લક્ષણ પોતાના ધંધાનું ગાંડપણ જ છે. જ્યાં સુધી પોતાના કામમાં માણસને ગાંડપણ નથી આવ્યું ત્યાં સુધી તે માણસ તે ધંધાથી ઘણો દૂર છે. જેને રાતદિવસ શિક્ષણ, શિક્ષણને શિક્ષણના જ વિચારો આવ્યા કરે છે; સ્વપ્નાં પણ જેનાં શિક્ષણભર્યાં છે; નહાતાં, ખાતાં, પીતાં વગેરે કાર્ય કરતાં જેની આંખ આગળ શિક્ષણના જ વિચારો છે તે જ ખરો શિક્ષક