આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૨૮
 

૨૮ પ્રાથમિક શાળામાં શિક્ષક છે, તે જ ખરો પાગલ છે. લોટ ખાવો અને ભસવું કદી બનતું નથી. શિક્ષકનો ધંધો લેવો અને અશિક્ષકપણું રાખવું તે કદી ચાલે જ નહિ, હજારો મનુષ્યોએ મહેતાજી કે પંતુજીનું કામ કર્યું. પણ જેઓ એ ધંધામાં ગાંડિયા ગણાયા, જેઓએ એની પાછળ પોતાના સર્વ સુખની તિલાંજલિ આપી અને એ ગાંડપણ પાછળ પોતાની સર્વ શક્તિ ખરચી નાખી, જેઓએ એ ગાંડપણમાં જ ડહાપણ, સુખ કે આનંદ માન્યાં, તેઓનાં જ નામો આજે શિક્ષણશાસ્ત્રમાં અમર છે. તેવા પાગલો જ આજના વર્તમાન કાળના નિયામકો છે. અને તેવાઓના જ હાથો ભવિષ્ય ઘડવામાં લંબાયેલા છે. પ્રભુ પાછળ પાગલ થનાર જ પ્રભુને મેળવી શકયા છે. પાગલોએ જ અત્યારની દુનિયા શોધી છે. પાગલપણામાં જ ખગોળનું અને ભૂસ્તરનું જ્ઞાન ઊતર્યું છે. આજના મનુષ્યસુખનાં સાધનો પાગલપણામાંથી જ જન્મ્યાં છે. એ પાગલપણું જ શિક્ષકનો ખરો આંક છે. પોતાના કાર્યમાં રચ્યાપચ્યા રહેતાં જેને નિંદા કે સ્તુતિની પરવા નથી, પોતાના વિદ્યાર્થીઓ સાથે હળવા-મળવામાં અને તેમની સાથે નાચવા-કૂદવામાં જેને મન નાનમ નથી, જે પોતાના દરેકેદરેક વિદ્યાર્થીમાં પોતાની જાતને ભાળીને તેને ભેટે છે, જેનાં દેહભાનઅને જ્ઞાનભાન વિદ્યાર્થી પાસે જતાં આપોઆપ છૂટી જાય છે, જેને વિદ્યાર્થીઓ સમક્ષ મોટો થઈને ઊભા રહેતાં શરમ આવે છે, જેનું હૃદય દરેકેદરેક વિદ્યાર્થીના હૃદયમાં નાચે છે, એવો ગાંડો શિક્ષક તે જ ખરો શિક્ષક છે. જેનું હૃદય વિદ્યાર્થીઓના