આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૨૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક રડવા સાથે રડે છે, વિદ્યાર્થીના હાસ્યમાં જે પોતાનો જીવનઆનંદ અનુભવે છે, જેને મન નાની કે મોટી દુનિયા વિદ્યાર્થીઆલમ છે, જેના સુખદુઃખનો આધાર વિદ્યાર્થીના સુખદુઃખ ઉપર છે, વિદ્યાર્થીને જાણ્યે-અજાણ્યે પોતાના હાથથી થઈ ગયેલો અન્યાય જેના ભારે પ્રાયશ્ચિતનું કારણ બને છે, તે માણસ-તે ગાંડો માણસ જ શિક્ષકના ધંધાને માટે લાયક છે ! ૨૯ (૩) શિક્ષકની ત્રીજી આવશ્યક બાબત પ્રેમ છે. દુશ્મનને પણ જીતી લે એવો મહાગુણ પ્રેમ છે. પ્રેમથી માણસ પ્રભુને પામી શકે છે. પ્રેમ આ દુનિયા ઉપર સ્વર્ગ લાવી શકે છે. પ્રેમ એક અજર મોહિની છે. પ્રેમને વશ મનુષ્યપ્રાણી વર્તે છે. સચરાચર વિશ્વ પ્રેમની સાંકળથી સંકળાયેલું છે. પ્રેમ સ્વર્ગની સીડી છે. પ્રેમ જીવનનો આરામ છે. ધર્મના પાયામાં પણ પ્રેમ જ છે. વ્યવહારની ગૂંચ ઉકેલનાર પણ પ્રેમ છે. ઈશુનો ઉપદેશ પ્રેમનો જ છે. બુદ્ધનો ઉપદેશ પણ પ્રેમથી જ (નહીં કે તિરસ્કારથી) સામાને જીતવાનો છે; કૃષ્ણજીવને પ્રેમ જ ગાયો છે. ભક્તોની ભક્તિ તો પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમથી ઉત્પત્તિ થાય છે; પ્રેમથી જ દુનિયાને પોષણ મળે છે. પ્રેમ સર્વવ્યાપી છે; પ્રેમ સહનશીલ છે; પ્રેમ શુભેચ્છક છે; પ્રેમ ઐકયસાધક છે. અરે, પ્રેમ એક જાદુ જ છે ! જો જગતમાં પ્રેમ જેવી વસ્તુ ન હોત તો આજે જગતની કેવી સ્થિતિ હોત તેની ભયંકર કલ્પના કરતાં કંપી ઊઠવું પડે. શિક્ષકમાં આવો પ્રેમ ન હોય તો તે શિક્ષક ન જ રહી શકે. આજે દુનિયાનું ભાવિ શિક્ષકના હાથમાં છે. આજે શાળાઓ દ્વારા આખા જગતના માતૃસ્થાને બેસી શાળા અને સમાજનો ઉદ્ધાર કરવાનું ધર્મકાર્ય શિક્ષકને માથે આવી પડયું છે.