આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૩૦
 

૩૦ પ્રાથમિક શાળામાં શિક્ષક એ ધર્મકાર્યમાં માનવ જાતિનું રક્ષણ અને ઉદ્ધાર રહેલાં છે. પ્રેમથી ચેતન જન્મે છે. શિક્ષકે સમષ્ટિ ઉપરના વિશાળ પ્રેમ દ્વારા પોતાનો મહાન ધર્મ, પોતાનું કતવ્યે વ્યક્ત કરવાનું અને સિદ્ધ કરવાનું છે. મોન્ટેસોરીનો એક ફકરો આ વિષય ઉપર ભારે ઉત્સાહ પ્રેરે છે. ‘‘પ્રેમ એ ફલોત્પત્તિની અંદર રહેલો મુખ્ય પ્રાણ છે; અને ફલોત્પત્તિનો ઉદ્દેશ નવો જીવ નિર્માણ કરવો એ છે. પ્રેમનો ઉદ્દેશ કાંઈક નવું નિર્માણ કરવો એ છે. શિક્ષકને પણ નવાં ફળ નિર્માણ કરવાનાં હોવાથી તેના કાર્યમાં પણ માનવ પ્રેમ પ્રગટ થવો જોઈએ. આમ નવીન ફળ ઉપાવવાની વૃત્તિ વડે શિક્ષક પ્રેરાવો જોઈએ. અને તેમ પ્રેરાઈને તેણે પોતાનું કર્તવ્યક્ષેત્ર શોધી લેવું જોઈએ. તેવું ક્ષેત્ર આજે એ છે કે શાળાને સુધારવી અને સંસારની માતાનું ગૌરવભર્યું સ્થાન સ્વીકારવું. એ માતૃપદે ચડીને શિક્ષકે આખી માનવજાતનું-સાધારણ અને અસાધારણ બધાનું રક્ષણ કરવાનું છે. સુધારો એકલો શાળાઓનો જ કરવાનો નથી, આખા સમાજનો કરવાનો છે; કેમ કે શિક્ષણવિદ્યાનો પ્રયોગ એટલો પાવનકારી છે, એટલો પરિણામકારી છે કે મનુષ્યજાતિની અત્યંત નીચ વૃત્તિઓનું, મનુષ્યજાતિના રોગોનું તે હરણ કરે છે, તેનો અધઃપાત થતો અટકાવે છે. જિન્સેપ્પી સર્જિ નામના લેખકે કહ્યું છે કે અત્યારનું સમાજજીવન એવું બની ગયેલું છે કે આપણી કેળવણીની પદ્ધતિઓમાં એકદમ નવીન પ્રાણ રેડવાની જરૂર ઊભી થયેલી છે. આ ઝુંબેશમાં આજે જે ભરતી થવા નીકળશે તે મનુષ્યજાતિનું પુનર્જીવન કરનારી સેનાનો સૈનિક ગણાશે.’’