આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૩૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક શિક્ષણશાસ્ત્રના અભ્યાસની જરૂર ૩૧ - ધંધાના જ્ઞાનની જરૂર આ પ્રશ્ન ઘણો જ મહત્ત્વનો છે. આપણા દેશમાં અત્યારે સામાન્ય રીતે એવું મનાય છે કે અંગ્રેજી ભણેલો હરકોઈ મનુષ્ય, અને ખાસ કરીને ગ્રેજ્યુએટ શિક્ષક થઈ શકે. આ માન્યતાને પરિણામે કેળવણી આપનારી સંસ્થાઓ ગ્રેજ્યુએટોને શિક્ષકો તરીકે રાખી શિક્ષણના કાર્ય માટે યોગ્ય માણસો મેળવ્યા એમ માને છે; અને ગ્રેજ્યુએટો પોતે કેળવણીનું કામ કરવાને સદૈવ હિંમતથી તૈયાર હોય છે, પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. જેમ વકીલ, ડૉકટર કે કારીગર પોતાનો ધંધો જાણ્યા વિના વકીલાતનો, વૈદાનો કે કારીગરનો ધંધો કરી શકતો નથી તેમ શિક્ષકનો ધંધો જાણ્યા વિના કોઈ માણસ તે ધંધો કરી શકતો નથી. જેમ કોઈ ધંધાના જ્ઞાન વિનાનો માણસ તે ધંધો કરવા જાય તો તેમાં નિષ્ફળ જાય, તેમ જ શિક્ષકના ધંધાના જ્ઞાન વિનાનો માણસ પણ પોતાના ધંધામાં નિષ્ફળ જ જવાનો. રાષ્ટ્રીય જાગૃતિની અસર આમ છતાં પણ અત્યાર સુધી આપણા દેશમાં તો ધંધાના જ્ઞાન વિનાના જ શિક્ષકોએ શિક્ષણ આપ્યું, અને તેથી આપણા દેશની કેળવણીની સ્થિતિમાં સુધારો થવા પામ્યો નહિ. પોતે જે વિષયો ભણેલા છે તે વિષયો શીખવાનું કાર્ય સૌએ સહેલું ધાર્યું; અને તેથી ન વિષયોની બાબતમાં ફેરફાર થવા પામ્યા કે ન પદ્ધતિની બાબતમાં, હવે સમય બદલાયો છે. રાષ્ટ્રીય ઉન્નતિ માટે કયા વિષયો શીખવવા જોઈએ, તેમ જ કઈ પદ્ધતિથી તે શીખવવા