આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૩૨
 

૩૨ પ્રાથમિક શાળામાં શિક્ષક જોઈએ એ પ્રશ્નો આપણી સમક્ષ ખડા થયા છે. અગાઉથી ચાલ્યા આવતા વિષયો અને ઉપવિષયોમાંથી કેટલાએકને અભ્યાસક્રમમાંથી રજા આપવાની અને કેટલાએક વિષયોને નવા જ ઉમેરવાની શરૂઆત અને હિલચાલ ચાલી રહી છે. એની સાથે જ આપણે જે પદ્ધતિથી શિક્ષણ આપ્યું છે તે પદ્ધતિ જૂની અને અનિષ્ટકારક સાબિત થઈ છે, અને તેને ધક્કો મારવાનો તડફડાટ, અને કયાંક કયાંક તો પ્રયોગો પણ શરૂ થઈ ચૂકયા છે. દેશ અને શિક્ષકો પર આવી પડેલો ધર્મ આવી સ્થિતિમાં શિ ધંધો જાણ્યા વિના, નવા નવા વિષયોના અને તેમને શીખવવાની પદ્ધતિના જ્ઞાન વિના શિક્ષક થવા નીકળવું એ વિચિત્ર જ દેખાય. અને કોઈ પણ શાળાએ શિક્ષકનો ધંધો ન જાણનારને શાળામાં સ્થાન આપવું એ પણ એટલું જ વિચિત્ર દેખાય, પરંતુ જ્યાં સુધી દેશ આખામાં શિક્ષકોને તૈયાર કરવાની દેશીય સંસ્થાઓ સ્થળે-સ્થળે ન થાય, અને તેમાંથી સંખ્યાબંધ લાયક શિક્ષકો બહાર ન પડે, ત્યાં સુધી કોઈ પણ શિક્ષક થવાની ઇચ્છા રાખનારે અને કોઈ પણ શાળાએ ચાલતી પરિસ્થિતિને આધીન થઈ બેસી રહેવું પાલવે જ નહિ; અને તેમાંયે ખાસ કરીને રાષ્ટ્રીય દષ્ટિએ કેળવણી આપવાનો અખતરો કરતી સંસ્થા માટે તો એવું વર્તન પાપરૂપ જ ગણાય. આવા સંજોગોમાં શિક્ષકોએ ખરા શિક્ષકો થવા આગળ આવવાનો અને દેશે શિક્ષકોને તૈયાર કરે તેવી સંસ્થાઓ ઉઘાડવાનો ધર્મ સ્વીકારવો જોઈએ.