આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૩૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૩૩ બે મુખ્ય મુશ્કેલી આવા પ્રયત્નો દેશના હિત માટે તુરતમાં ચોમેર થવા જોઈએ, અને તેની સામે આવતી સઘળી મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ. સામે આવે એવી મુશ્કેલીઓમાં શિક્ષણશાસ્ત્રના જ્ઞાન વિના અનુભવથી શિક્ષક થવાય એ માન્યતા અને શ્રમ ઉઠાવવાનો આપણા દેશી ભાઈઓનો અનાદર એ બે મુખ્ય ગણી શકાય. (૧) અનુભવી શિક્ષક થવાય એ કેવળ ભ્રમ છે. એ ભ્રમ છે એટલું જ નહિ, પણ એ એક ઝેરી વિચાર છે. આ દુનિયામાં આજન્મ શિક્ષકો ઘણાં જ થોડા હોય છે, બલ્કે ભાગ્યે જ હોય છે; અને એવા જ શિક્ષકોનો અનુભવ અનુભવ કહી શકાય છે. બીજા શિક્ષકો તો સામાન્ય મનુષ્યો છે. તેઓ તો પ્રયાસથી શિક્ષકો થાય તો જ શિક્ષકો થઈ શકે. આજન્મ શિક્ષકોને માટે પણ શાસ્ત્રનું જ્ઞાન ઉપયોગી છે, એટલું જ નહિ પણ તે આવશ્યક છે; તો સમાન્ય મનુષ્યોની તો વાત જ શી કરવી ? અનુભવથી શિક્ષક થવાતું નથી, પણ ઉલટું અશિક્ષક થવાય છે. આ વાત સહેલાઈથી સમજી શકાય તેવી છે. મને અમુક બાબતનો અનુભવ છે, તેનો અર્થ એટલો જ છે કે અમુક કામ હું ઘણી મુદ્દતથી કરતો આવ્યો છું, અને તે પ્રમાણે એ કામ થતું આવ્યું છે. અનુભવના આ અર્થમાં મારું કામ સાચું હતું કે ખોટું હતું તે જોવાની કે જાણવાની કંઈ ઘટના નથી. જો કામ સાચું હોય તો સાચું કામ ઘણા વખતથી મારે હાથે થવાની મને સાચા કામનો અનુભવ છે, અને જો કામ ખોટું હોય તો ખોટું કામ ઘણાં વખતથી મારે હાથે થવાથી મને ખોટા કામનો અનુભવ છે, એમ કહેવાય.