આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૩૪
 

૩૪ પ્રાથમિક શાળામાં શિક્ષક શિક્ષકનું કામ કરનાર સામાન્ય રીતે પ્રકૃતિસિદ્ધ શિક્ષક હોતો નથી; અને પોતાની રીતે કામ કરનાર શિક્ષક મોટે ભાગે પોતાની ભૂલોને જ વારંવાર ફરીફરીને કર્યે જાય એ જ સંભવિત છે. આથી તેનો અનુભવ એટલે ભૂલોની પરંપરા દૃઢતા ! અનુભવને કારણે શિક્ષણશાસ્ત્રના જ્ઞાનની આવશ્યકતા નથી એમ કોઈ માને તો તેની સમજણમાં મોટો દોષ છે, એ હવે સ્પષ્ટતાથી સમજી શકાય તેવું છે. આવા જ કારણથી કોઈ પણ શિક્ષક શિક્ષણશાસ્ત્રનું જ્ઞાન લેવાની વિરુદ્ધ હોય તો તે શિક્ષક થવાને યોગ્ય છે કે કેમ, એ એક પ્રશ્ન છે. મારું કહેવું એવું નથી કે શિક્ષણશાસ્ત્રના એકલા જ્ઞાનથી જ માણસ શિક્ષક થઈ શકે. ઊલટું જેમ એકલા ધારાશાસ્ત્રના જ્ઞાન વડે માણસ ધારાશાસ્ત્રી થઈ શકતો નથી, તેમ જ શિક્ષકનું પણ છે. તેનામાં બીજા ઘણા ગુણો હોવા જોઈએ. એ ગુણો વિના સામાન્ય માણસોએ એ ધંધા પર ભૂસકો મારી અથવા કેળવણીની સંસ્થાઓએ એવા માણસોને રાખી દેશનું અકલ્યાણ કરવાનું નથી. (૨) બીજી મુશ્કેલી એ આપણા ભાઈઓનો મહેનત ઉઠાવવાનો અનાદર છે. આ કંઈ મુશ્કેલી નથી પણ દૂષણ છે. તે દૂર કરવું જ જોઈએ. દેશના હિત માટે સમજુ માણસોએ શ્રમ ઉઠાવવાની વૃત્તિ ન હોય તો, અથવા એવું કામ શરીરને પ્રતિકૂળ હોય તો, એવા માણસોએ જાણ્યેઅજાણ્યે શિક્ષકના ધંધામાં જરૂર ન પડવું જોઈએ. આમ થશે ત્યારે જ દેશના કલ્યાણની ચાવી રૂપ ધંધામા તેજ આવશે અને અંતે દેશનો ઉદ્ધાર થશે. સરકારે શિક્ષકોને તૈયાર કરવાની સંસ્થાઓ સ્થાપી છે, પરંતુ તેથી દેશને જેવા શિક્ષકોની જરૂર છે, તેવા શિક્ષકો કદી પણ મળ્યા નથી.