આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૩૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૩૫ આપણી શાળામાં નહિ ચાલે આપણી શાળામાં શિક્ષણશાસ્ત્રનાં પુસ્તકોનું મોટું પુસ્તકાલય નહિ હોય તો ચાલશે, પરંતુ માગી ભીખીને પણ જો શિક્ષણનાં પુસ્તકોમાંથી કંઈ ને કંઈ ન વાંચીએ તો એ નહિ ચાલે. આપણી શાળાનું મકાન આલેશાન અને પથ્થરોથી ચણેલું ને લાદી જડેલું નહિ હોય તો ચાલશે, પરંતુ તેની જમીનમાં ખાડા પડયા હશે અગર ગારગોરમટી વિનાનું હશે તો તે નહિ ચાલે. આપણી શાળાની દીવાલો રંગ છાંટેલી ને તેથી સુંદર નહિ હોય તો ચાલશે, પરંતુ તેના ઉપર એક પણ બાવું હશે કે કરોળિયાનાં જાળાં ને ધૂળ હશે તો તે નહિ જ ચાલે. આપણી શાળામાં સારી શેતરંજીઓ ને ગાલીચા પાથર્યાં નહિ હોય તો ચાલશે, પરંતુ કયાંય પણ કચરો કે ધૂળ હશે ને તે પગે આવતાં હશે તો તે તો નહિ જ ચાલે. આપણી શાળામાં થોકબંધ શિક્ષણનાં સાહિત્યો ભર્યાં નહિ હોય તો ચાલશે, પરંતુ શાળામાં જે થોડાં સાહિત્યો હશે તે ખરેખર ઉપયોગી નહિ હોય તો તે તો નહિ જ ચાલે. આપણી શાળામાં મોટું એવું પુસ્તકાલય નહિ હોય તો ચાલશે, પરંતુ છેવટે હાથે લખેલી કે બાળકો હોંશે-હોંશે વાંચે અવી ચોપડીઓ નહિ હોય તો તે તો નહિ જ ચાલે. આપણી શાળામાં બહુ મોટા ભણેલા પંડિત નહિ હોઈએ તો ચાલશે, પરંતુ બાળકો તરફ સન્માન રાખવાવાળા, તેમના