આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૩૭
 

૩૭ પ્રાથમિક શાળામાં શિક્ષક બાલમંદિરના શિક્ષકોને શિક્ષણની ઉપાસના એક વર્ષ જેટલી મુદ્દત હું તમારી વચ્ચે રહ્યો. તમે મારા નિકટ સંબંધમાં આવ્યાં છો. મારી પાસે જે મામૂલી ધન હતું તે મેં આપવાનો બનતો પ્રયત્ન કર્યો, કામ કરી બતાવીને અને વ્યાખ્યાનો આપીને હું જે વસ્તુમાં માનું છું અને જે વસ્તુથી કેળવણીનો ઉદ્ધાર થશે એવી મારી શ્રદ્ધા છે, તે મેં તમારી પાસે મૂકયું છે. તમે રાત-દહાડો મહેનત કરીને વિદ્યાર્થીને શોભે તેમ વિદ્યા લેવા પ્રયત્ન કર્યો છે એ હું જાણું છું. ઉરના ઉત્સાહથી તમે ભણવા આવ્યાં હતાં; શ્રદ્ધાથી તમે ભણ્યાં છો. આજ વર્ષે-દહાડાના અધ્યયન- અધ્યાપનના કામની પૂર્ણાહુતિ છે. મારે આજે શું કરવાનું હોય ? શું કહેવાનું હોય ? શું સમજાવવાનું હોય ? આજે તો જે શ્રદ્ધાથી તમે શિક્ષણ લીધું તે તમને સફળ થાઓ એવો આશિષોદ્ગાર કાઢવાનો રહે છે. તમારી શક્તિ પ્રમાણે તમે સમજ્યાં હશો. તેની મને ચિંતા નથી. હું તમારી પાસે જે માગું છું તે શ્રદ્ધા માગું છું, શ્રમ માગું છું, એકનિષ્ઠા માગું છું. તમને જે વસ્તુ મેં શીખવી છે તેની તમે ઉપાસના કર ઉપાસનામાં રહસ્યના ઊંડા અર્થનું જ્ઞાન, ક્રિયાની ઝીણવટ, શ્રદ્ધાની આવશ્યકતા છે. આ વસ્તુ તમારામાં હશે તો પથ્થરમાંથી પણ દેવ પ્રગટશે એવો મારો વિશ્વાસ છે. એ ઉદ્દામ કલ્પના અને