આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૩૮
 

૩૮ પ્રાથમિક શાળામાં શિક્ષક ઉપાસના તમારી પાસે વફાદારી માગશે, ઐહિક સુખભોગને ભૂલી જવાનું કહેશે, શરીર અને મનની કસોટીએ ચડાવશે. પણ જો તમે સ્થિર હશો, વિચારક હશો તો તમો વિજયી નીવડશો. દુનિયામાં કોઈ વસ્તુ પોતે મહાન છે કે અલ્પ છે એવું નથી; ઉપાસનાથી પ્રત્યેક વસ્તુએ મહત્તા મેળવી છે. ઉપાસનાની નિષ્ફળતાથી મહાન વસ્તુનો પણ પરાજય થયો છે, મહાન વસ્તુ પણ અલ્પ પ્રાણને પામી છે. મૉન્ટેસૉરી પદ્ધતિનું મૂળ બાલસન્માનમાં છે. મનુષ્ય- વિકાસની જેને ચિંતા થઈ, મનુષ્યઉદ્ધાર માટે જેનું હૃદય કકળી ઊઠયું, મનુષ્યજીવન જેવી મહામૂલ્ય વસ્તુને જેણે અનેક સ્વમતાગ્રહ, પરંપરા અને કેળવણીની બેડીથી જકડાયેલી જોતાં પદ્ધતિ સમગ્રની સામે એક જાતનું ખંડ કર્યું, તેના હૃદયમાંથી એ જન્મી છે; એના અથાગ શ્રમમાંથી એનું શરીર ઘડાયું છે. અને મોન્ટેસોરી પદ્ધતિ એટલે શું ? સાધનો, પદ્ધતિદર્શક પાઠો, ઓરડાની લંબાઈ-પહોળાઈ, અને એવું- એવું તો સિદ્ધાંતમાંથી જ જન્મ્યું છે. સિદ્ધાંત વિના એ બધાનો કશો અર્થ નથી. માત્ર એ બધું કેળવણી આપનાર નથી. એનો જડ ઉપયોગ અત્યાર સુધીની કેળવણીની જડતાથી કોઈ પણ રીતે ઊતરતો નહિ થાય. જો તમે સિદ્ધાંતો સમજ્યાં હશો તો જ તમને સાધનો કામના છે; તો જ સાધનોને તમે સાધ્યને બદલે સાધન સમજશો. સિદ્ધાંતો સમજ્યાં હશો તો સાધનોમાં જે ચેતન રહેલું છે