આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૩૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૩૯ તે તમે સમજશો; એ નવું રૂપ આપવાની નવીનતામાં જ એનું આખું કાર્ય એક નવું અને મૌલિક કાર્ય બને છે. મૉન્ટેસોરીની શોધ પાછળ એ તત્ત્વ રહેલું છે તે તત્ત્વ તમારે સમજવાનું છે. એ તત્ત્વ મૉન્ટેસૉરીનું નથી, ઈટલીનું નથી, યુરોપનું નથી, પણ દુનિયાનું છે. જેનો વિકાસ સાધવો હોય તેનું અવલોકન કરવું; અવલોકનમાંથી શોધી કાઢવું કે તેના વિકાસમાં રોધક-રોચક શું છે; અને તદનુસાર વિકાસપ્રેરક વાતાવરણ રચવું; વિકાસ ઇચ્છનાર દષ્ટા છે, સહાયક છે. આ સત્ય વિજ્ઞાનનું છે, ને તેથી સાર્વત્રિક છે. આ સત્યને તમે સંકુચિત ન કરતાં, તમે એને ગમે તે નામે ઓળખો; ઇચ્છો તો મોન્ટેસોરી પદ્ધતિ કહો. નામથી એને બાંધશો નહિ. એની વફાદારી એના યથાર્થ પાલનમાં છે. એ પાલન તમે નિર્મળ અને સ્વતંત્ર બુદ્ધિથી કરો, દઢતાથી ને નિર્ભયપણે કરો વેઠિયા ન થતા. ચાલો મૉન્ટેસોરી શું કહે છે, અથવા ગિજુભાઈએ શું લખ્યું છે, અથવા તારાબેનની શી નોંધ છે, એમ કહી તમે તમારી ગૂંચ ઉકેલવાની આશા ન રાખતાં. તમારી ગૂંચ તમારે જ ઉકેલવાની છે. મેં તમને માર્ગ માત્ર બતાવ્યો છે. હવે ઉકેલ તમારે કરવાનો છે. બાળકે બાળકે અવનવા અનુભવો કરીને તમારે જ તેના માનસની ખોજ કરી વિકાસનો માર્ગ ઉઘાડવાનો છે. તમે તમારા અનુભવને પૂરેપૂરું માન આપજો; એમાંથી જ સાચું શિક્ષણ જન્મ પામશે. જે પદ્ધતિના સિદ્ધાંતો મનુષ્ય જાતને ગુલામી માનસમાંથી મુક્ત કરવા ઇચ્છે છે, તે જ પદ્ધતિના