આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૦
 

૪૦ પ્રાથમિક શાળામાં શિક્ષક તમે કેવળ ગુલામ થઈ જશો તો ઉદ્દેશ નિરર્થક જશે. પદ્ધતિ સત્યશોધન માગે છે; સત્યશોધન યથાર્થ અનુભવમાં છે; યથાર્થ અનુભવ તેને થાય છે કે જે પોતાની જ આંખે જુએ છે, જે પોતાને જ કાને સાંભળે છે, જે પોતે જ વિચાર કરી શકે છે, જે વહેમો અને આચારથી તટસ્થ રહી શકે છે, સત્ય જણાતાં ભૂલને જે કબૂલ છે, જે સત્ય સમક્ષ અસત્યને છોડવા તૈયાર છે ! પદ્ધતિ તમારી પાસે આ વસ્તુ માગે છે. અહીંના આલેશાન મકાનમાં ચાલતી ખર્ચાળ મોન્ટેસોરી પદ્ધતિને તમે જોઈ છે. એ ઉપરથી તમે એમ ન સમજતાં કે આ બધા વિના મોન્ટેસોરી શાળા ન ચાલી શકે. મૉન્ટેસૉરી શાળાનો જન્મ ઈટલીનાં ગરીબ લોકોનાં ઝૂંપડામાં જ થયો છે. આપણા ગરીબ લોકોને જ્યાં સુધી આપણે આ પદ્ધતિનો લાભ આપીશું નહિ ત્યાં સુધી આ પદ્ધતિની ખરી તેહ નથી. જ્યાં શરીરની ગંદકી છે, બુદ્ધિનું અંધારું છે, ત્યાં આ પદ્ધતિનો પ્રકાશ લઈ જવો પડશે. તમે ભંગીઓને કે દૂબળાઓને આ પદ્ધતિનો લાભ આપશો ત્યારે એનો ખર્ચ લેખે લાગશે. તમે શિક્ષક છો; તમારું કાર્ય શિક્ષણનું છે. પૈસા માટે શક્તિને વૈશ્ય વેચે. પૈસાનો મોહ છોડી દેશો તો જ તમે ગરીબની અને ગામડાંઓની સેવા કરી શકશો. જો તમને ખરેખર એમ જ લાગ્યું હોય કે આજે હિંદુસ્તાને નિર્મળ બુદ્ધિ-ખરી ક્રિયાશક્તિનું દેવાળું કાઢયું છે,