આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૨
 

કર્તવ્ય શુ કરીશું ? આપ સર્વે ગમે તે જ્ઞાતિના હો, કે ગમે તે ધર્મના હો; પરંતુ એ બધી બાબત દૂર રાખી આપને શિક્ષક જ્ઞાતિના તરીકે સંબોધન કરું છું. હું ધંધાથી, વિચારથી, વર્તનથી અને કલ્પનાથી આપની જ્ઞાતિનો જ છું. એથી આપનો જ કોઈ માણસ આપને કહી રહ્યો હોય એમ સમજી મારું કહેવું સાંભળવા કૃપા કરશો. તમે જુઓ છો કે ઘણા માણસો વેપારમાં કે રાજદ્વારી ક્ષેત્રમાં મચ્યા છે; નાટક-તમારામાં તો તેથીય વધારે માણસો એકઠા થાય છે. પરંતુ આપણે માટે સહુને અભિરુચિ ને અનાદર હોવાથી આપણી સભામાં અતિ ઘણા થોડા જ માણસો ભેગા થાય છે. આપણે જાણે કશા જ ખપનાં ન હોઈએ, એ રીતનું સમાજમાં આપણું સ્થાન છે. આપણે ‘બિચારા પંતુજી !' લેખાઈએ છીએ. આપણી સભાઓ વખતે મોટરો, ગાડીઓ, ખુરશીઓ કે દમામદાર માણસો નથી હોતા, પરંતુ સાધારણ મહેતાજીઓ જ હોય છે. આનું કારણ એ જ છે કે આજે શિક્ષણમાં રસ નહિ હોવાથી એટલે કે જીવનમાં રસ નહિ હોવાથી-જીવનથી દૂર હોવાથી જનસમાજને આપણી દરકાર નથી. જો કે મારાં કેટલાંક સ્વપ્નાં ગાંડા જેવાં લાગશે; પરંતુ મને ખાતરી છે કે હજાર વર્ષે પણ એક એવો દિવસ આવશે કે જ્યારે કેળવણીકારો બજારમાંથી નીકળતા હશે તે વખતે બધા લોકો તેમનો વિચાર કરશે, તેની સભામાં હાજરી આપશે ને તેમની યોગ્ય