આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૪૩ કદર કરશે. પણ આવું કયારે બનશે ? લોકોમાં જીવન જાગશે ત્યારે, આપણે પોતે જીવનથી સળગી ઊઠીશું ત્યારે, અત્યારે તો આપણને આપણી સ્થિતિ મામૂલી લાગે છે; ફોજદારનો, મ્યુનિસિપાલિટીનો કે ટપાલનો પટાવાળો મોટો લાગે છે, ને આપણે તો ‘બિચારા માસ્તરો !' છીએ એમ થાય છે. થોડા પૈસા મળે છે તે પણ ખુશામત અને તુમારીની માથાકુટ પથી ! ખરેખર આપણી આવી સ્થિતિ દયાજનક...ને શરમ ઉપજાવનારી તો છે જ. એમાં આપણો વાંક પણ હશે જ. દીવાન કે રાજા બનાવનારની આવી હાલત ન હોય. પણ આપણે હિંમત હારવાની નથી. બીજા ધંધાની સ્વપ્ને પણ ઇચ્છા કરવાની નથી. આ મને લાગે છે કે દેશભરના બધા સારા, પ્રતિભાવાન, અક્કલવાળા, કમાતા અને મોટાં કામો કરનારાઓ જ્યાં સુધી આ ધંધામાં આવે નહિ ત્યાં સુધી આપણી નિશાળોની ઉન્નતિ નથી. ડૉકટરો આપણા મનુષ્યજીવનની નિષ્ફળતા ઉપર જીવે છે; વકીલો પણ આપણા સમાજજીવનની નિષ્ફળતા ઉપર જીવે છે. માણસો આરોગ્યના નિયમો તોડી માંદા પડે, પરસ્પર લડે, કાવાદાવા કરે, ખોટા દસ્તાવેજો કરે : એવી જીવનની નિષ્ફળતા ઉપર એ ધંધાો ચાલે છે. પરંતુ આપણો ધંધો સર્વોત્તમ છે. આવા સર્વોત્તમ ધંધામાં નિષ્ફળ જવાનું એક જ કારણ છે, તે એ કે આપણે આપણા શિક્ષણધર્મ તરફ દુર્લક્ષ કરીએ છીએ જનસમાજનો દોષ કાઢવાથી આપણું કામ નહિ સરે; આપણે તો આપણા ધંધાનું ગૌરવ સમજી ઉન્નતિ માટે આપણો ફાળો આપવાનો જ છે. આ માટે હું પહેલાં તો એ ઠસાવવા માગું છું કે ભલે આપણે ગરીબ