આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ચાર

ચાર તૈયાર થાઓ થોડાએક માસ પહેલાં હું એક ગામડામાં જઈ ચડયો. નાની એવી ઓશરીમાં એક શિક્ષક કોળીના છોકરાઓને ભણાવતો હતો. તેના મોઢામાં ગાળો હતી અને હાથમાં બીડીનાં પાંદડાં અને જરદો હતો. ગાળો દેતાં–દેતાં અને બીડીઓ વાળતાં-વાળતાં તે છોકરાઓને એકડા ભણાવતો હતો. તપાસ કરતા જણાયું કે શિક્ષક એક ગાઉથી ભણાવવા આવે છે. પ્રથમ ગામમાં લોટ માંગે છે. પછી નિશાળ સાથે જોડાયેલી ચાની હોટલ ચલાવે છે, અને પછી વાડીએ-વાડીએ જઈને છોકરાઓને ભણાવે છે. 0.13 ગરીબ બિચારા શિક્ષકને ઘેર એક સ્ત્રી અને ચાર બાળકો છે. તેમનાં પોષણાર્થે તે આવું વિચિત્ર જીવન ગાળતો હતો. તેની સ્થિતિ જોઈ, તેની ભણાવવાની રીત જોઈ, મહિને-મહિને એક-એક આનો અને રોજ ને રોજ ચપટી-ચપટી લોટ ભેળો કરી જીવતર ચલાવવાનો એનો શ્રમ જોઈ, હું સ્તબ્ધ બની ગયો, વિચારમૂઢ બની ગયો, અને કર્તવ્યશૂન્ય બની ગયો ! 9 અત્યંત ભારે હૃદયે, અવાક્ બની હું ત્યાંથી પાછો ફર્યો. શિક્ષકની આવી સ્થિતિ માની જાય એવી નથી, ને છતાં આ સત્ય હકીકત છે અને દુઃખદ પણ છે. આવો એક શિક્ષક નથી પણ ગરીબીથી પીડાતા અનેક શિક્ષકો આ રીતે પેટ માટે ફાંફાં મારી રહ્યા છે, અને ભણનારનું અને પોતાનું જીવન ભયંકર રીતે બગાડીને ભારે ગુન્હો કરી રહ્યા છે. સમાજને જો આવા નુકસાનની ખબર પડતી હોય તો આવા શિક્ષકોને તેણે કયારનાયે દૂર કરી તેને બદલે સારા શિક્ષકો મૂકયા હોત.