આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૪
 

૪૪ પ્રાથમિક શાળામાં શિક્ષક સામાન્ય બુદ્ધિના ને નમીને ચાલનાર હોઈએ; આપણું સ્થાન ગમે ત્યાં હોય; તો પણ આપણે ખોટા અભિમાનથી નહિ પરંતુ નિર્માનીપણે સમજવું ઘટે છે કે આપણે ઇચ્છીશું તો આપણી શક્તિના બળે આપણે દુનિયાને જરૂર ઊંચે ચડાવીશું. શા માટે આપણે નમીને ચાલવું જોઈએ ? પ્રાણીમાત્રને સાચું અભિમાન રાખવાનો હક્ક છે, તો પછી પોલિસના સિપાઈથી કેમ ડરવું ? ઉપરીની ખુશામત કરવાની શી જરૂર ? એવું સાત્ત્વિક અભિમાન તો હોવું જ ઘટે. આપણો યોગ્ય મરતબો આપણે રાખવો ને દાસત્વને દૂર કરવું, એમાં જ દુનિયાની સમૃદ્ધિ વસી રહી છે. આત્માના બળ આગળ દુનિયાનો પણ હિસાબ નથી. મહાત્માજી અત્યારે ત્યાગ અને આત્મબળે જ મહાપુરુષ બન્યા છે. આપણા પગમાં ભલે જોડા ન હોય, માથે ભલે ફેંટો ન હોય, ને ભલે ખાવા પણ ન મળતું હોય; આમ છતાંયે આત્મા વડે ધંધાને માટે પ્રયત્ન કરીએ તો આપણાથી કોઈ નહિ ચડે. આપણે કોઈને કોણી ન મારીએ કે કાંઈ અસભ્ય વર્તન ન ચલાવીએ; પરંતુ આપણાં તેજ ને સત્ત્વ બીજમાં ભરી દઈએ ત્યારે જ આપણે યોગ્ય શિક્ષક ગણાઈએ. જેમ કે કોઈ દેખે કે ન દેખે પરંતુ આપણે આપણો ધર્મ પાળીએ છીએ, સૂરજ ચાંદો ન હોય તોયે પાપ નથી કરતા, એમ જ શિક્ષકધર્મ સમજી લઈએ. ને ભલે આપણી પાસે પૈસા ન હોય, આપણું માન હોય, અનુકૂળતા હોય કે ન હોય, તો પણ એ ધર્મ પાળીએ.