આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૪૫ જેમ બ્રાહ્મણને કોઈ દેખતું હોય કે ન દેખતું હોય તો પણ નાહ્યા વિના કે જોડા પહેરીને તે નહિ જ ખાય, એ રીતે આપણે પણ એવું છેલ્લું લક્ષણ પાળવું ઘટે. જગત જુએ કે નહિ, લાભ થાય કે નહિ, પરંતુ બ્રાહ્મણ પેઠે આપણે આપણો ધર્મ આચરવો. શું છોકરાંને મારીને ભણાવવું એ ધર્મ છે ? અત્યારે દેશમાં જે શિક્ષણપદ્ધતિ ચાલે છે તે જોતાં ખરેખર શરમ ઊપજે છે. આપણે પરિણામ લાવવાને બંધાયેલા છીએ; પેટ ખાતર એકલા ધર્મથી ટકી ન શકીએ. પરંતુ કેટલાય ધારે છે કે મારવાથી આવડે ને તેથી પરિણામ સારું આવે, પણ એ વાત બહુ ભૂલભરેલી છે. એથી કોઈ ફાયદો નથી થવાનો. દુષ્કૃત્ય કરવાથી શિક્ષણમાં જરાય ફાયદો નથી થવાનો. એમ કરવાથી બાળકોની બુદ્ધિ નથી વધવાની. જો એમ કરવાથી બુદ્ધિ વધી શકતી હોય તો કોઈ બેવકૂને મારી મારીને આપણે તેને અક્કલવાન બનાવી શકેએ ! અને આપણે પણ આપણી અત્યારની અક્કલ વધારવા માટે માર ખાવો જોઈએ ! પરંતુ એ સાવ ખોટી વાત છે. કોઈ દલીલ કરે છે કે શિક્ષા કરવાથી તોફાની છોકરાંઓને શાંત કરી શકાય છે; પરંતુ એ શાંતિ કેટલા વખત માટેની ? કોઈ બળવાન મનુષ્ય સામે બંદૂક ધરી રાખીએ તો ઘડીભર જ તે શાંત થાય. શિક્ષા કરીને આપણે બાળકોને ગુલામ બનાવીએ છીએ; એમાં સારું નથી કરતાં. અત્યારે દેશ અંધારામાં ચાલે છે. પણ આપણે બાળકોને આવતી કાલની પ્રજા ગણવી જોઈએ. તેઓ અનંત ભવિષ્યનું ભાવિ