આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૬
 

૪૬ પ્રાથમિક શાળામાં શિક્ષક છે એમ સમજવું જોઈએ. એમ ન સમજતાં તેમના ઉપર દબાણ કરી લેખાં મોઢે કરાવી ગુલામી વૃત્તિ પેદા કરીએ એ સારું ગણાય ? માર મારવાથી તો માર મારનાર બાળકો જ પેદા કરીશું; તેઓ આપણી સમક્ષ નહિ બોલે પણ બીજાની નિર્બળતાનો લાભ લઈ તે જરૂર આપણાં જેવાં જ બનશે. ઘણા શિક્ષકો હજુ શિક્ષા કરે છે એમ હું માનું છું. આપણામાં તાકાત હોય તો તે આપણા ઉપરી સામે રીતસરના બળવા- તોફાનમાં વાપરવી, નિર્બળને મદદ કરવામાં વાપરવી, પરંતુ નાના બાળકોને મારવામાં કદી ન વાપરવી. એમાં કાંઈ બહાદુરી નથી. શિક્ષણશાસ્ત્રીની દૃષ્ટિએ પણ એમાં નીતિ કે ડહાપણ નથી, પરંતુ નુકસાન છે. આવી શિક્ષણની બદી ઘણા શિક્ષકો ચલાવે છે. સારા ભણેલા ગણેલા શિક્ષકો પણ એ નથી ભૂલ્યા. જો આપણે આગળ ચડવું હોય તો એને સાવ છોડવી જોઈએ. છોડશો તો જ એની મા સમજાશે. અગાઉ હું પણ શિક્ષામાં માનતો હતો પરંતુ હવે એ સંબંધી પૂર્ણ વિચાર કર્યો છે, અને હવે મને શિક્ષા કરનારની દયા આવે છે. આપ સર્વેમાંય જેઓ શિક્ષા છોડવા નારાજ હશે તેઓ કદાચ ગુસ્સે થશે; જેમને એનું નુકસાન સમજાયું હશે એ તો એને છોડશે જ. આપણી નિશાળોમાં શિક્ષાની એક જ બદી નથી. એ ઉપરાંત ગોખાવવું, ખોટી રીણે ભણાવવું, ઈનામ કે લાલચ, એવી