આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૪૭ એવી ખરાબીની તો સીમા નથી રહી ! આમ જ ચાલુ રહે તો શિક્ષણ ન સુધરે; એના ઉપર કાંઈ પ્રકાશ ન પડે. હવે એક બે સૂચનાઓ કરવાની રજા લઉં. ઘણી વાર આપણે દિશા નક્કી કર્યા વિના રખડતાં હોઈએ છીએ; અંધારામાં પડી અનેક ભૂલો કરીએ છીએ, અને આપણા ધંધા-કામ સંબંધી પૂરતી માહિતીના અભાવે ઘણો ગોટાળો કરીએ છીએ. હું આપ સૌને ભલામણ કરું છું કે આપે શિક્ષણનો સતત અભ્યાસ કરવો જોઈએ. ટૂંકો પગાર, બચ્ચાંકચ્ચાંનું ભરણપોષણ અને પરંપરાગતની ગરીબી તો આપણે નસીબે ચોંટી જ છે. પરંતુ દુ:ખ પાછળ જ ખરું સુખ છુપાયેલું છે. એવી સ્થિતિનો લાભ લેવો જ જોઈએ. કંગાલિયતથી જરાય ન ડરવું, હું તો કહું છું કે પરમેશ્વરની મહેરબાની છે કે આપણે સામાન્ય સ્થિતિમાં છીએ સાધારણ લોકો જ ઊંચે જઈ શકે છે. સામાન્ય વર્ગ પ્રભુ પાસે જવા વહેલો તૈયાર થશે. આપણે તો આચાર, વિચાર, મન, વાણીને કર્મથી સમજણપૂર્વક સામાન્ય બનતા જઈએ છીએ. ખભે કસબી ખેસ નાખી આપણે વરઘોડામાં જઈ ન શકીએ તેની ફિકર નહિ, એવા ખોટા મોહમાં ન પડતાં ચિત્ત સ્વસ્થ રાખી ધંધાને પૂજીએ, એની પાછળ ગાંડા થઈ જઈએ, તો પૈસા આપણા પગ તળે કચરાશે, રિદ્ધિસિદ્ધિ આપણે ત્યાં પાણી ભરશે. અને જે જોઈએ તે મળશે. એવો મારો દઢ વિશ્વાસ છે. આપણે જાતને હલકી ન માનીએ; ધંધાની ઉપાસના કરીએ. શરીર અને મનની બધી શક્તિઓ રોકીને સારું કેમ કરીએ એ જ વિચારવું ઘટે છે.