આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૮
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ગરીબ પોતાના એક રોટલામાંથી અર્ધા રોટલાનું દાન કરે તો એની કિંમત કોઈ રાજાના અર્ધી રાજ્ય જેટલી ગણાય. આપણી આવી સાધારણ સ્થિતિમાંયે ખરી દાનતથી સેવા કરીશું તો એ અર્ધા રોટલાનું પુણ્ય એક મહા-યજ્ઞ જેટલું થશે. એમ થશે તો ધંધાની ઉન્નતિ થશે, અને મૃત્યુ પછી પણ આપણું કલ્યાણ થશે. ૪૮ આ રીતે આપણે શિક્ષણમંદિર ચણવા અને સમગ્ર જીવન અજવાળવા માગીએ છીએ, તેનું પુણ્ય મળશે. તમે ભલે અત્યારની ગરીબીથી ટયૂશન રાખો, શાળાનાં બીજા કામ કરો, પરંતુ એ બધું તમારા ધંધાને સારો કરવા માટે જ કરો. તેનાથી કંટાળો ન લાવતા. ‘‘આમાં કયાં પડયા ?’’ એમ ધારીને ન કરતા. તમારા ધંધા ઉપર આફરીન રહો, મગરૂર રહો, તો એને કેમ સુધારવો એ આવડી જશે. પછી તો નિબંધ, વ્યાકરણ એ બધું આપોઆપ સમજાશે. પછી ભાષાની ખટપટ નહિ રહે. હવે બીજી વાત. આપણું શિક્ષણકાર્ય અને વિચારબળ સંઘબળથી ટકે અને સંઘબળથી જ વૃદ્ધિ પામે. એટલા માટે ધંધાની ઉન્નતિ માટે કામ કરનાર શિક્ષકોએ એક શિક્ષકસંઘ સ્થાપવો અને તેમાં ચર્ચાઓ ચલાવીને વિચારો કેળવવા; ત્યાં દરરોજ જવાની પ્રતિજ્ઞા કરવી, તથા શિક્ષણ વિષયક પુસ્તકો વાંચવાં અને સારા વિચારોની આપલે કરવી. આમ થાય તો પરિણામ સુંદર આવે જ. સારું શું છે એ બધા સમજે છે, પણ તે પ્રમાણે ઘણા થોડા જ કરે છે. આપણે ખાતાની ખોટી બીક ન રાખવી. આપણે જ્યારે