આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૫૦
 

૫૦ પ્રાથમિક શાળામાં શિક્ષક બાલમંદિરના શિક્ષકોને આધુનિક બાલશાળાઓનું ચિત્ર આપણી બાલશાળાઓની અત્યારે કેવી દુર્બળ સ્થિતિ છે તે તમે જાણો છો. તેનાં મકાનો હવા અજવાળા વિનાનાં છે; તેના શિક્ષક ભાઈઓને માત્ર પેટપૂરતું જ મળે છે; તેમના વિષય, જ્ઞાન અને પદ્ધતિના ખ્યાલો ઘણા જ કંગાલ હોય છે; સમાજમાં તેમની સ્થિતિ ઘણી ઊતરતી હોય છે; બાલશાળાનાં બાળકો જુઓ તો તે દબાયેલાં, ગોંધાયેલાં, ડરી ગયેલાં, કચરાઈ ગયેલાં, ગંદાં, જીવ વિના મનુષ્ય રૂપે ચેતન વિનાનાં પ્રાણીઓ છે ! બાલશાળા પાસેથી નીકળો તો જ્ઞાતિભોજન વખતે જે અસહ્ય ગડબડાટ થઈ રહે છે તેવો ગડબડાટ બાલશાળામાં એકસરખો જામેલો દેખાય છે. બાલશાળામાં જઈને જુઓ તો હૃદય વિનાના, પ્રેમ વિનાના, ચીંથરેહાલ, કંગાલ શિક્ષકો બાળકોના સ્વાભાવિક વલણને દાબી દેવાની ભારે જોખમી અને આકરી કેળવણી આપી રહેલા દેખાય છે. ચોમેર નજર ફેરવો તો સાહિત્યનું નામ ભાગ્યે જ હોય છે. એકાદ પાટિયું, એકાદ ચાકનો કટકો, સોટી અને ઘંટ એ શાળાનાં સર્વ શિક્ષણસાહિત્યો છે. બાળકોની હારની હાર બેઠી બેઠી કંઈને કંઈક ફરજિયાત વ્યાપાર કરી રહેલી દેખાય છે. આ સ્થિતિ આપણી બાલશાળાઓની છે. આમાંથી આપણે તુરત જ મુક્ત થવું જોઈએ. બાલશિક્ષણના પાયા ઉપર આપણાં કુમારમંદિરો, વિનયમંદિરો અને મહાવિદ્યાલયોની ઇમારતો ચણાવાની છે. આ પાયાઓને ભારેમાં