આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૫૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૫૧ ભારે મજબૂત કરવામાં જ આપણી ખરી કસોટી, કિંમત અને દક્ષતા છે. શિક્ષકો શું કરી શકે ? આપણે એ કેવી રીતે કરીશું ? મારું કથન શિક્ષક ભાઈઓ પ્રત્યે જ છે. તેઓ પોતે શું કરી શકે છે તેનો વિચાર જ અહીં કરવામાં આવ્યો છે. આ વિચારો સઘળાં બાલમંદિરો, ધૂળી નિશાળો, કિન્ડરગાર્ડન શાળાઓ, મોન્ટેસોરી શાળાઓ અને સાત વર્ષની વયની અંદરના બાળકોને શીખવનારી શાળાઓ અને સાત વર્ષની વયની અંદરનાં બાળકોને શીખવનારી શાળાઓ તેમ જ અંકજ્ઞાન, અક્ષરજ્ઞાન, અને બાળપોથીનું જ્ઞાન કરાવી આપનાર સઘળી શાળાઓને સરખી જ રીતે લાગુ પડે છે. શિક્ષક તરીકે આપણે બાલશાળાઓને કંઈક આવી રીતે સુધારી શકીએ, ઉન્નત કરી શકીએ. (૧) સ્વચ્છતા રાખો. અત્યારની શાળાઓમાં સ્વચ્છતાનો ઊંચો આદર્શ આપણે રજૂ કરીએ, અને તેને અમલમાં મૂકીએ અને મુકાવીએ. જાતે જ સંપૂર્ણ સ્વચ્છ રહીને બાળકોને સ્વચ્છ રખાવવા પ્રયત્ન કરીએ. શાળામાં કચરો પડયો હોય કે બાંકડા, પાટિયું, પેટીઓ અને બીજી વસ્તુઓ ધૂળવાળાં પડયાં હોય, ઉપર બાવાં બાઝતાં હોય, ત્યાં સુધી આપણે અંકજ્ઞાન-અક્ષરજ્ઞાનનું શિક્ષણ આપીએ જ નહિ. બાળકો જાતે જ શાળાને હંમેશાં વાળીઝૂડીને સ્વચ્છ રાખે, અને શાળાનાં સાહિત્યો તેઓ જ લૂછી નાખે એવો રિવાજ પાડી દઈએ.