આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૫૨
 

પર પ્રાથમિક શાળામાં શિક્ષક રિવાજ પાડવા અને ટકાવી રાખવા આપણે જાતે જ બાળકો સાથે જોડાવું જોઈએ. મેલાં કપડાં પહેરેલાં, ગંદા હાથપગવાળાં, વધી ગયેલા નખ તથા વાળવાળાં, નાકમાંથી લીટ ચાલી જતી હોય એવાં બાળકોને પ્રથમ આપણે સ્વચ્છ બનાવીએ; અને પછી જ ભણાવીએ. માબાપોને ભલે એકલા અંકજ્ઞાન અને અક્ષરજ્ઞાન માટે ભારે મોહ હોય; તેઓ ભલે તેટલા માટે બાળકોને શાળામાં ધકેલતાં હોય; પણ આપણે તેને ન ગાંઠીએ. તેમને સંભળાવી દઈએ જ કે ગંદાં બાળકોને ભણાવી શકાય જ નહિ. તેમને તેમ ભણતાં આવડે જ નહિ, અને અમને ભણાવતાં પણ આવડે નહિ. માબાપને ઘેર જઈને આ બાબત ઉપર સમજાવીએ. તેમને વિનંતિ કરીએ. અને એ ઉપરાંત શાળામાં નાક, મ્હોં, અને હાથી ધોવાની સગવડ રાખાવીએ. એવું પણ છે કે ઘણી વાર માબાપોનું આવી અગત્યની વસ્તુઓ તરફ કોઈએ ધ્યાન ખેંચ્યું નથી હોતું. અથવા આવી બાબતોમાં શિક્ષકોએ માબાપોને જતાં કરીને પોતાની આળસની સાથે બીજાંઓમાં બેદરકારી અને અજ્ઞાનને પોષ્યાં હોય છે. શાળામાં ભલે સારાં મિત્રો કે એવાં આકર્ષક સાહિત્યોનો જમાવ ઓછો રહે; પણ શાળાની સ્વચ્છતા તો અંદર પેસતાં જ છણ છણ છીંકો આવે તેવી જોઈએ. Nove You Be આજે શાળાઓ સ્વચ્છ થશે તો કાલે એ શાળામાં ભણી નીકળેલાં બાળકો શહેરો અને સમાજને સ્વચ્છ કરી દેશે. આજે શાળાઓ રોગો ઉછેરવાનું સ્થળ મટી જશે તો કાલે સમાજ રોકમુક્ત થશે. હંમેશ ને હંમેશ બાળકોને સ્વચ્છ રાખવા માટે