આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૫૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૫૩ માબાપને કાળજીપૂર્વક વિનંતી કર્યા કરવી; અને શાળામાં થોડાંએક માટીનાં કૂંડાં, પ્યાલાઓ અને લૂગડાના કટકા, સાવરણીઓ તથા સૂપડીઓ રાખવી. આટલું કરવાથી ઘણું સારું પરિણામ આવશે. આપણે અને બાળકોને મળીને જ સ્વચ્છતાનું કામ ઉપાડવાની જરૂરિયાત કબૂલ કરવી પડશે. (૨) અક્ષરજ્ઞાનનો મોહ તજો. માબાપો બાળકોને ભલે ગમે તે કારણે શાળાઓમાં મોકલે; આપણે તેના સામું ન જોઈએ. તેઓ બાળકોને ઘરમાંથી ગડબડ ઉપાધિ કરતાં હોવાથી હાંકી કાઢવા માટે ભલે મોકલે. આપણે આપણું કર્તવ્ય વિચારવાનું છે. આપણે તેઓની ભૂલ ભાંગવાની છે. અત્યારે બાળકોને વહેલામાં વહેલી તકે અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન આપી દેવાનો મોહ વધ્યો છે; આપણે એ મોહ તોડવાનો છે. સૌ કોઈ શાળામાં અને શાળાની બહાર એક જ સવાલ પૂછે છે; ‘‘આ શાળાનો અભ્યાસક્રમ શો છે ? આ શાળાનાં બાળકો શું ભણે છે ? કેટલું શીખ્યા છે ?’’ કોઈ ઠેકાણે બાળકોનો વિકાસ કેટલો થયો તેની નોંધ માગવામાં આવતી નથી, તેમ જ પૂછપરછ થતી નથી. બાળકોનું વલણ શું છે, કેટલી ઉંમરે તેઓ અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન લઈ શકે છે. તેનો વિચાર કરવાનો છે. બાળકના કુદરતી વલણને અને શક્તિને જાણીને જ અને તેને અનુકૂળ રહીને જ આપણે તેને જ્ઞાન આપી શકીએ. આથી જ ‘અંકજ્ઞાન આપો; અક્ષરજ્ઞાન આપો.’ એ બૂમને આપણે સાંભળીએ નહિ. તેની સામે