આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પાંચ

પાંચ આવી જાતનું શિક્ષણકામ ચલાવનારને ગુન્હાહિત ગણ્યા હોત અને કાનૂનનો ભંગ કરનારને યોગ્ય નસિયતે પહોંચાડયા હોત. પરંતુ આજનો સમાજ જે જોશથી અધોગતિને મેળવવા માટે દોડી રહ્યો છે તેને એક બીજી બાજુ જોવાનો કે વિચાર કરવાનો અવકાશ નથી, અને તેથી બધિર સમાજ પાસે આવી વાત કરવી નકામી છે. ત્યારે હવે કરવું શું ? મહામોંઘા બાળકો નાલાયક શિક્ષકોના હાથમાં જઈ પડે, અને હીન શિક્ષકોના ભોગ બને તેનું કરવું શું ? શિક્ષક થવાને જેનામાં એક પણ ગુણ ન હોય તેઓ શિક્ષક થઈ બેસે, અને પવિત્ર પ્રવૃત્તિને કલંકિત કરે તેનો ઉપાયો શો ? અને શિક્ષકની ભલે તે પૂરો યોગ્ય હોય કે ન હોય તો પણ તેની આવી આર્થિક દશાનું શું ? આનો જવાબ એક જ છે, અને તે શિક્ષકોએ સ્વાવલંબી થવું; પોતાની શક્તિનો વધારો કરવો, અને પોતાની યોગ્યતા સ્થાપિત કરવી; રાજ અને સમાજ પાસે પોતાની પદવીનો સ્વીકાર કરાવવો અને પોતાની આર્થિક દશાને ઉદ્ઘારવી. આ યુગ સ્વાધીનતાનો, સ્વશક્તિનો અને સંગઠનનો છે. જે વ્યક્તિ સ્વાધીનપણે સશકત રહી સંગઠન કરશે નહિ તેનો નાશ થશે. લાખોની સંખ્યામાં પડેલા શિક્ષકો તમે આજે છૂટા છવાયા છો; તમે પરાધીન દશામાં છો; તમારું વ્યક્તિત્વ તમે પિછાની શકયા નથી; તમે હજી સંગઠિત થયા નથી; એથી જ તમારી આજની આર્થિક અને સામાજિક સ્થિતિ દયાપાત્ર અને દુ:ખભરી છે. યુગને તમે નિહાળીને જુઓ. હરેક કામગાર-મંડળ સંગઠિત છે; સંગઠનના બળે તેઓ પોતાને જોઈતું ઉપરી અગર શેઠ કે રાજા પાસેથી મેળવી શકે છે. અગર તેમ નથી મળતું તો તેઓ સત્તાની સેવા કે