આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૫૪
 

૫૪ પ્રાથમિક શાળામાં શિક્ષક જ થઈ જઈએ અને કહી દઈએ કે અમારી શાળાઓ કેળવ અંકજ્ઞાન અને અક્ષરજ્ઞાન માટે નથી, પણ બાળકોના વિકાસ માટે છે. અમારી શાળામાં અંકજ્ઞાન અક્ષરજ્ઞાન મળશે ખરાં, પણ તે યથાકાળે મળશે. ભલે આપણે છ કલાક જેટલો લાંબો વખત બાળકોને શાળામાં રાખીએ. માબાપોને એ જ ગમે છે; તેઓને છોકરાંઓને ઘેર રાખવાં પાલવતાં નથી. પણ આપણે શા માટે માબાપ જેવી ભૂલ અને ક્રૂરતા કરીએ ? આપણે બાળકની વૃત્તિને જાણી લેવી જોઈએ. બાળક હજી તો કુદરતને ખોળે છે. મનુષ્ય કરતાં કુદરત સાથે તેનો સંબંધ હજી વધારે છે. હજી તેને કુદરતને ખોળે રમવાનું છે; સર્વ ઇંદ્રિયોને વિકસાવવી છે; અને સમાજનો સારો પરિચય કરી લેવાનો છે. આ બધાનું શિક્ષણ અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાનના શિક્ષણમાં આવી જતું નથી. બાલશાળાઓનાં બાળકોનું ખરું શિક્ષણ શરીરના વિકાસમાં છે; સર્વ ઇંદ્રિયોના તીવ્ર વિકાસમાં છે. અનુભવ અને અવલોકન ઉપર દુનિયાનો પરિચય સધાય છે. આ માટે શાળાના સમયનો મોટો ભાગ બાળકોની રમતગમત માટે રાખવો જોઈએ. કિન્ડરગાર્ટન શાળાઓમાં જેમ રમતો રમાડવામાં આવે છે, તેમ કેવળ રમત રમાડવામાં રમતોની સમાપ્તિ ન થવી જોઈએ. ભલે દેશી રમતોના જ્ઞાન અને આવડતને જીવનમાં સંપૂર્ણ સ્થાન છે; પરંતુ બાળકો પોતાની રમતો પોતે જ શોધી લે છે, એ આપણે જાણવું જોઈએ. ખરી રીતે બધી લોકરમતો બાળકોની છૂટી રમતોનાં પરિણામ રૂપે છે. બાળકોને અમુક મર્યાદાના ક્ષેત્રમાં છૂટા છોડી દેવાં જોઈએ. ભલે પછી તેઓ ગમે તે રમે. તેમનું શાંતિથી