આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૫૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૫૫ ફરવું, કૂદવું, દોડવું, શોધવું કે વાતો કરવી એ બધીયે તેમની રમતો જ છે. એ બધું તેમના તે વખતના જીવનમાં જરૂરનું છે અને તેને માટે તેઓ હક્કદાર છે. આવી છૂટી રમતો દ્વારા તેઓ જે થોડા જ વખતમાં શોધી લેશે, તે શાળામાં પ્રયત્નપૂર્વક શીખવવામાં આવશે તેનાથી જરૂર વધારે થશે. બાળક પૃથ્વીના, જળના, આકાશના, સૂર્યના,પવનના, વૃક્ષના પરિચયમાં આવશે; તેમના જીવનમાં પોતાનું જીવન મેળવશે, અને તેમના હૃદયમાં ભૂગોળના, ભૂતકાળના, ભૂસ્તરના, ખગોળના, વિજ્ઞાનના અનેક નાના પાઠો ભરાઈ જશે. એ યાદ રાખવા માટે તેને ગોખવું નહિ પડે; તે કદી પણ ભૂલી નહિ જાય. શાળામાં તો માત્ર એટલું જ શીખવવું જોઈએ કે જે બહારથી શીખવવાની અગવડ પડે. ‘એન ઘેન ડાહીનો ઘોડો' ‘સંતાકલો દાવ’ ‘છોકરાં રે, હો રે’ ‘મીની ઠેકામણી’ ‘આંધળો પાટો’ ‘ઘોડી ઠેકામણી’ ‘હનુમાન કૂદકો’ ‘અંગદ કૂદકો’ તથા ‘ગણગણ બોશલો’ અને એવી બીજી ઘણી રમતો બાળકોને રમાડી શકાય. એની એક જુદી જ યાદી કરી નાખવી ઘટે. ગામની જ નજીકની જગ્યાઓ–તળાવ, કૂવા, નદી, ટેકરા, દેવસ્થાનો, બાગ, શહેરનાં મોટાં મકાનો, સંગ્રહાલયો, પુસ્તકાલયો, બીજી શાળાઓ વગેરે જોવાનાં અને રમતગમતનાં સ્થળો થઈ પડે. આવી બાબતો ઉપર ગયેલો વખત કદી નકામો નથી જ જવાનો. (૩) શિક્ષા અને લાલચને દૂર કરો. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આપણો દેશ નીડરતામાં અને લાલચરહિતતામાં પછાત છે. ભય કે લાલચ આપણને વશ કરી શકે છે. ભય અને લાલચ ઉપર હંમેશાં રાજસત્તા કે મનુષ્યસત્તા