આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૫૬
 

૫૬ પ્રાથમિક શાળામાં શિક્ષક ટકે છે, અને ગુલામીનો દોર મજબૂત રહે છે. ભય અને લાલચ- શિક્ષા અને ઈનામ ઉપર આપણી કેળવણીનું બંધારણ છે. ભય અને લાલચના પાઠો આપણને બચપણથી આપણી શાળાઓમાંથી મળે છે. ભય અને લાલચના વાતાવરણવાળી શાળાઓ આપણને ગુલામી માટે તૈયાર કરે છે. સ્વતંત્ર થવા અને રહેવા ઇચ્છતો દેશ આ પરિસ્થિતિ શાળામાં તો એક ક્ષણભર પણ સહન ન કરી શકે. અત્યારે શાળા અને શાળાનો શિક્ષક ‘હાઉ' થઈ પડેલ છે; બાળકોને વધારેમાં વધારે બીક હોય તો તે શિક્ષકની ! સ્વપ્નમાં પણ બિહામણાં સ્વપ્નાં શિક્ષકનાં અને શાળાની સોટીનાં ! રસ્તામાં શિક્ષક દેખાય તો બાળક સંતાઈ જાય ! ઘરમાં બાળક તોફાન કરે તો ‘માસ્તરને કહી દઈશ.’ એ જ ધમકી ! શાળામાં જવાનું કહેતાં જ બાળકનું મ્હોં ઊતરી જાય છે, અને રજા છે એમ કહેતાં જ તેનામાં આનંદ દેખાય છે. આપણે આમાંથી મુક્ત થવું જોઈએ, અને બાળકોને એકદમ મુક્ત કરવાં જોઈએ. શિક્ષા વિના કે લાલચ વિના બાળક નિયમનમાં ન રહી શકે એ માન્યતાના જેવી એકેય ભૂલ નથી. શિક્ષાના ભયથી ત્યાં સુધી નિયમન રહે છે કે જ્યાં સુધી શિક્ષાનો ભય કાયમ રહે છે. શિક્ષાનો ભય જતાં જ નિયમન ઊંધું વળે છે. શિક્ષાનો ભય કાયમ રહી શકે જ નહિ, એટલે નિયમનની ગૂંચ કદી ઊકલે જ નહિ. ઊલટું બંધાણીને રોજ જેમ બંધાણ વધારે ત્યારે જ કેફ ચડે, તેમ શિક્ષા જેમજેમ વધતી જાય તેમ તેમ શિક્ષાની અસર થતી રહે. આખરે શિક્ષાનો ભય છેક ચાલ્યો જ જાય છે, અને શિક્ષા અસરકારક મટી જાય છે. આથી જ એક વાર જેલમાં જઈ આવેલાને મન