આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૫૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક જેલ સહેલી થઈ જાય છે. આથી જ હવે જેલોને બદલે ગુન્હેગારો માટે ઉદ્યોગશાળાઓ કાઢી છે. અહિંસાનો સિદ્ધાંત સ્વીકારનારી આપણી શાળાઓ બાળકોને કદી શિક્ષા કરી શકે જ નહિ. શિક્ષા પાપ છે; એ એક નિર્બળતાનું જ પરિણામ છે. જેનામાં સામે થવાનું બળ નથી તેના ઉપર હાથ ઉપાડયા જેવી નામરદાઈ બીજી એકેય નથી. નામરદાઈના કૃત્યમાંથી કદી પણ લાભ થાય નહિ. ૫૭ માનસશાસ્ત્રની દૃષ્ટિએ કે શરીરશાસ્ત્રની દૃષ્ટિએ શિક્ષાનો કાંઈ અર્થ નથી. શિક્ષાથી એકધ્યાન થાય નહિ કે બુદ્ધિ વધે નહિ, એવું માનસશાસ્ત્રીઓ કહે છે. ડોકટરો કહે છે કે શિક્ષાને અને બુદ્ધિવિકાસને કે સ્મરણશક્તિને કે કેળવણીને કશો સંબંધ નથી. શિક્ષા સર્વથા ત્યાજ્ય છે, અને તેથી આપણી શાળાઓમાંથી તેનો બહિષ્કાર થવો જ જોઈએ. શિક્ષા કાઢી નાખીશું તો બાળકો નિયમનમાં કેમ રહેશે તેવો વિચાર કરનાર શિક્ષકને માટે બીજા ઘણા રસ્તાઓ છે. આપણે શિક્ષાના પાપમાંથી બચવું હોય તો, અને ભાવિ પ્રજાને પાપમાંથી બચાવી નીડર બનાવવી હોય તો, આપણે બાળકને કદી પણ શિક્ષા ન કરીએ. આ સ્થળે શિક્ષા એટલે શારીરિક શિક્ષા એટલો જ અર્થ રાખ્યો છે. એકલી શારીરિક શિક્ષામાંથી આજે આપણે નીકળી જઈએ તો પણ ઘણું કર્યું કહેવાય. લાલચ શિક્ષા જેટલી જ ખરાબ વસ્તુ છે. એ આપણને પાડનાર વસ્તુ છે. લાલચથી જ કામ કરવાની નાનપણથી ટેવ પડવાથી લાલચના કારણ વિના આપણે કામ કરી શકતા નથી, એટલે કે કર્તવ્યપરાયણતા આપણે સમજી શકતા નથી; અને કદાચ