આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૫૮
 

૫૮ પ્રાથમિક શાળામાં શિક્ષક સમજીએ છીએ તો અમલમાં મૂકવાનું બળ મેળવી શકતા નથી. આજે આપણે કહીએ છીએ કે ‘‘પૈસા મળે તો પૂરું કામ કરીએ ના ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય ના ?’’ તેનું કારણ આપણી શાળાઓની ઇનામ-પદ્ધતિ, દોકડા આપવાની પદ્ધતિ, પરીક્ષા- પદ્ધતિ છે. બદલો મળ્યા વિના આપણે કામ જ ન આપીએ એવી જે અત્યારની વૃત્તિ છે, તે આપણી લાલચ પર રચાયેલી શિક્ષણ પદ્ધતિને જ આભારી છે. અત્યારે દુનિયામાં વૈશ્યવૃત્તિ વધી ગઈ છે, અત્યંત સ્પર્ધાવાળું જીવન થઈ ગયું છે અને જીવનકલહ જામી ગયો છે, તેનું ખરું કારણ આપણી શાળાઓ છે. તેથી જ આપણને એ રસ્તે દોર્યાં છે. સત્યને ખાતર સત્ય, કે પ્રેમને ખાતર પ્રેમ આપણામાં નથી, તેનું કારણ અભ્યાસને ખાતર આપણે અભ્યાસ કર્યો નથી પણ પરીક્ષા ખાતર, ઇનામ ખાતર, દોકડા ખાતર, વાહવાહ ખાતર કર્યો છે, તે છે. (૫) પોતાના ધંધાનું પાકું જ્ઞાન રાખો. શાળામાંથી દોકડા આપવાનો, ચડાઉતરી કરવાનો, નંબર કરવાનો, પરીક્ષાનાં પરિણામોનો રિવાજ દૂર કરીએ, અને તેને બદલે અભ્યાસમાં ઉત્સાહ આપે તેવી રીતિઓ દાખલ કરીએ તો આપણે લાલચના પાપમાંથી જરૂર બચી જઈએ. શિક્ષા વિના અને લાલચ વિના શિક્ષક પોતાના વર્ગમાં નિયમન કેવી રીતે રાખી શકે, અને વિષયજ્ઞાન કેમ આપી શકે, એ પ્રશ્ન