આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૫૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૫૯ સ્વાભાવિક છે. શિક્ષકો જો પોતાના ધંધામાં જરૂરી એવા થોડાએક ગુણો પ્રયત્નપૂર્વક ધારણ કરી લે તો ઉક્ત પ્રશ્ન ઊભો થાય જ નહિ. ખાસ ગુણો તે વિષયશિક્ષણનું જ્ઞાન, બાળક પ્રત્યે પ્રેમ તથા સહાનુભૂતિ અને પોતાના ધંધાના ગૌરવની સમજણ સાથે પોતાનું કર્તવ્ય શું છે તેની જાણ. ભલે આપણને પૂરા પૈસા મળે કે ન મળે, ભલે લોકમત વિરૂદ્ધ હોય કે પક્ષમાં, ભલે આપણી કદર થતી હોય કે ન થતી હોય, પરંતુ આપણે તો આપણા ધંધામાં કુશળ થવું જ જોઈએ. આપણો પણ એક ધંધો છે. આજે આપણી આળસ અને અણસમજણને લઈને લોકોમાં એ ધંધાને યોગ્ય સ્થાન નથી મળ્યું. પરંતુ આપણો ધંધો બીજા બધાય ધંધાઓ કરતાં ઊંચું સ્થાન ભોગવે છે અને તે ઉચ્ચ સ્થાન લેશે, એમાં કોઈ પણ જાતનો શક નથી. માટે આપણે જ તે માટે યોગ્ય થવાની જરૂર છે. બાળવર્ગ એટલે તો કંઈ જ નહિ, એ વિચાર કાઢી નાખવા જેવો છે. શિક્ષણના કામમાં વધારેમાં વધારે જવાબદારી બાળવર્ગના શિક્ષકની છે. વધારેમાં વધારે મુશ્કેલ કામ નાનાં બાળકોને કેળવવાનું છે. પણ જે બાળકોને જે શીખવવાનું છે તેનું-તે વિષયોનું આપણને બરાબર જ્ઞાન હોય, તે વિષયને શીખવવાની પદ્ધતિથી આપણે વાકેફ હોઈએ, તો તે કામ એકદમ સહેલું થઈ જાય છે. પોતાના કામને માટે વધારેમાં વધારે તૈયારી બાલશિક્ષકે કરવાની છે. અક્ષરજ્ઞાનનું કે અંકજ્ઞાનનું શિક્ષણ આપવા માટે તો તે વિષય