આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૬૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૬૧ છે; અને તેથી ભલે બાળકને અક્ષર આવડે પણ તેની બીજી અનેક શક્તિઓનો નાશ થાય છે. અક્ષર લખવામાં બે જાતની ક્રિયાઓ રહેલી છે. એક અક્ષરને ઓળખી મગજમાં લઈ જઈ તેને ફરી બહાર પાડવાની; અને બીજી અક્ષરને કલમ વડે પાટી કે કાગળ ઉપર પાડવાની. આ બે ક્રિયાઓ જુદી જુદી રીતે સાધી શકાય. બન્ને ક્રિયાઓ યથાર્થ રીતે સાધી શકાય. તો જ અક્ષરજ્ઞાન યોગ્ય રીતે- શાસ્ત્રીય રીતે થયું કહેવાય, નહિતર નુકસાન સંભવે. ઘૂંટાવવામાં તો બન્ને ક્રિયાને એક સાથે ગૂંથી દેવામાં આવે છે, અને તેથી શક્તિનો વિકાસ થવાને બદલે તે ગૂંગળાઈ જાય છે. અક્ષરનું પતાકડું બતાવીને અક્ષર શીખવવામાં આખો બોજો આંખ ઉપર જ આવી જાય છે. ડૉક્ટરી અભિપ્રાય એવો છે કે બાલ્યાવસ્થામાં બાળકની આંખો કાચી હોય છે, તેથી એકલી આંખો દ્વારા જ્ઞાન લેવાની પદ્ધતિ હાનિકારક છે. આ સાથે જ પતાકડાનું નાનું સરખું કદ, અક્ષરનો ભૂંડોભૂખ જેવો કઘાટો મરોડ વગેરે તો નુકસાન કરવાનાં જ. ચિત્ર સાથે અક્ષર શીખવાથી અક્ષર સહેલાઈથી યાદ રહે છે, પણ તેમાં નાની વયે આંખને વધારે ઘસારો લાગે છે, અને આગળ જતાં વાચનમાં એક જાતનો ગોટાળો ઉત્પન્ન કરે છે; અને તેને લીધે થોડો વખત સમજણપૂર્વકનું વાચન અટકે છે. આ રીતે શીખનાર બાળકો ‘ન, ન, નગારું’ એમ વાંચે છે એ તો શિક્ષક ભાઈઓ જાણતા જ હશે. ખંડપદ્ધતિ તો એકદમ નકામી છે. બાળક સંયોગીકરણ પદ્ધતિથી શીખી શકે છે, મોટાંઓને પૃથ્થકરણ પદ્ધતિ અનુકૂળ