આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૬૨
 

૬૨ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. અક્ષરના કટકા બનાવી કટકામાંથી અક્ષર બનાવતાં શીખવવું એ બાલસ્વભાવને અનુકૂળ શીખવવાની રીતિથી વિરુદ્ધ છે. માનસશાસ્ત્રના કહેવા પ્રમાણે બાળક આખી વસ્તુને એકી સાથે પોતાની આંખમાં ભરી દે છે અને શીખવા પ્રયત્ન કરે છે; વસ્તુના કટકા નિહાળી નિહાળીને નહિ જ. આથી બાળકને સરળતા થવાને બદલે શ્રમ પડે છે. આ પદ્ધતિની બીજી ઘણી ખામીઓ છે પણ તેનો વિસ્તાર અહીં થઈ શકે નહિ. બાળકને અક્ષરજ્ઞાન આપતી વખતે આંખ અને સ્પર્શનો એકી સાથે ઉપયોગ થવો જોઈએ. રસ ઉત્પન્ન કરવાને માટે ચિત્રો વગેરેનો ભભકો કરવાને બદલે નકામું બીજે ધ્યાન ન જાય માટે તમામ ભભકાનો અભાવ હોય તેવા અક્ષરો બતાવવા જોઈએ. મૉન્ટેસૉરીએ શાસ્ત્રીય નિયમોને અનુસરીને અક્ષરો અને તેને શીખવવાની યોજના ઘડી કાઢી છે. તેનો ઉપયોગ આપણે કરીએ તો ઘણો જ લાભ થાય, અને બાળકને કશી હાનિ થાય નહિ. અક્ષર આપવાની પદ્ધતિમાં જેમ ગોટાળો અને અશાસ્ત્રીયતા છે, તેમ જ વાચનની બાબતમાં છે. અત્યારનું વાચન સમજણપૂર્વકનું નથી. વાચનશિક્ષણ પદ્ધતિનો બીજા બધા દોષો કરતાં એ મોટામાં મોટો દોષ છે. ઘણે ખરે ભાગે તો એ દોષ અક્ષરજ્ઞાન શીખવવાની પદ્ધતિમાંથી જ જન્મે છે. એ દોષ સહેલાઈથી દૂર કરી શકાય છે. કહેવાનો સાર એટલો જ છે કે આપણે વિષયથી વાકેફ રહેવું જોઈએ, અને અદ્યતન તથા શાસ્ત્રીય પદ્ધતિનો જ શિક્ષણના કાર્યમાં આપણે ઉપયોગ