આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૬૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૬૩ કરવો જોઈએ. આના જ ઉપર શિક્ષકના ધંધાની આબરૂ અને મોટાઈ છે. (૬) બાળકો પ્રત્યે પ્રેમ રાખો. બીજ ગુણોમાં બાળકો પ્રત્યે પ્રેમ, તેમના તરફ સહાનુભૂતિ, બાળકોનાં માતાપિતાઓ સાથેનો સંબંધ અને બાળકોના હિત માટે સહકાર આપવાની આવડત અને ઇચ્છા, આપણા ધર્મ અને કર્તવ્યનો જ્વલંત ખ્યાલ, વગેરે છે. જે શિક્ષકમાં બાળકો પ્રત્યે પ્રેમ નથી, સહાનુભૂતિ નથી, તે શિક્ષક જ નથી. તે માણસ કદી પોતાના કાર્યમાં સફળતા મેળવી શકતો જ નથી. બાળક પ્રત્યે પ્રેમ અને તેના તરફ સહાનુભૂીત એ એક એવી અદ્દભુત ચાવી છે કે જેનાથી બાલહૃદયનાં દ્વારો ઊઘડી જાય છે, અને શિક્ષક તેમાં પોતાની આગળ અચળ બેઠક ગોઠવી લે છે. પ્રેમને વશ આખી દુનિયા છે; બાળક તો પ્રેમને વશ ખાસ કરીને છે. પ્રેમી શિક્ષક બાળકને શું નથી આપી શકતો ? પણ પ્રેમ એટલે વેવલાપણું નહિ; પ્રેમ એટલે બાળકની ખુશામત કે ભા-બાપાપણું નહિ. પ્રેમ એટલે બાલજીવનમાં રસ, બાલવિકાસ માટે ચિંતા, બાલજીવનના વિકાસમાં શ્રદ્ધા અને વિશ્વાસ. પ્રેમ એટલે બાલવિકાસમાં આનંદ અને કૃતકૃત્યતા. (૭) માબાપોની મદદ મેળવો. જ્યાં સુધી બાળકોનાં માતાપિતાઓ આપણને