આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૬૪
 

પ્રાથમિક શાળામાં શિક્ષક કેળવણીના કાર્યમાં મદદ કરે નહિ ત્યાં સુધી આપણી મહેનતનાં અધૂરાં ફળો આવવાનાં. બાળકોનાં માત-પિતાઓને મળવું, તેમને બાળકો સંબંધે કહેવું સાંભળવું, તેમને તેમના ભલા માટે વ્યાખ્યાનો આપવાં, પત્રિકાઓ લખવી વગેરે વગેરે કરવું જોઈએ. ૬૪ (૮) નિષ્ઠા અને શ્રદ્ધા રાખો. છેવટે આપણો ધર્મ શો છે તે જાણવું જોઈએ. આપણું કર્તવ્ય શું છે તેની આપણને ખબર હોવી જોઈએ. ભાવિ પ્રજાને ઘડનાર આપણે છીએ એ વાત આપણા સ્મરણમાં નિત્ય હોવી જોઈએ. આપણો જ ધંધો જગતના ઉદ્ધાર માટે છે એવું આપણું દૃઢ મંતવ્ય હોવું જોઈએ. આપણા ઉપર જ દેશની ભાવિ આશા અને ઉદય લટકે છે તે આપણે વિચારવું જોઈએ. આજે આપણે આપણું કર્તવ્ય કરવામાં ભૂલ કરીશું, આળસ રાખીશું, તો આપણી-આપણા દેશની ગણતરી દુનિયામાં કયાંયે નથી રહેવાની તે વિચાર જ આપણા મગજમાં ચોવેશે કલાક ઘૂમવો જોઈએ. આપણે બધું કામ કરી શકીશું એવો આપણો દૃઢ વિશ્વાસ અને પ્રભુ આપણને મદદ કરશે એવા શ્રદ્ધાથી આપણે આપણું કામ જોશથી કરીએ.