આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૬૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૬૫ શિક્ષકોએ ક્યારે શાળા છોડવી ? શિક્ષકે રોજ વિચાર કરવો કે મારે કયારે શાળા છોડી દેવી અને બીજો ધંધો લેવો ? આમ રોજ વિચાર કરનાર શિક્ષક કાં તો તે કાયમનો શિક્ષક બને છે, અગર તો તે શિક્ષક મટી સારો વેપારી, નોકર વગેરે કંઈ ને કંઈ બને છે. શિક્ષકના ધંધામાં પડેલા ઘણીવાર ભૂલથી તેમાં ભરાઈ જ પડેલા હોય છે. શિક્ષક રોજ પોતોને પૂછે : “મને ભણાવતાં આવડે છે? મને જે ભણાવવાનું છે તેનું જ્ઞાન છે ? મારું ભણાવવું રસિક અને સફળ થાય છે ? મારે ભણાવવા માટે મારવું પડે છે ? ભય કે ખોટી લાલચ આપીને છોકરાંને વશ રાખવા પડે છે ? મારે એક તરફથી માબાપની અને બીજી તરફથી ઉપરીની ખુશામત કરવી પડે છે ? મારા પોતાના ઉદારમાં ઉદાર વિચાર પ્રમાણે હું શિક્ષણ આપી શકવા સમર્થ છું ? મારું ખાતું મને સારી રીતે શિક્ષણ આપવાની છૂટ અને અનુકૂળતા આપે છે ? મારા વિદ્યાર્થીઓને સાચા મનુષ્યો બનાવવાનું હું શિક્ષણ આપું છું કે નાતાકાત નામર્દો બનવાનું શિક્ષણ આપું છું ? મારું પૂરું પોષણ થતું નથી છતાં હું આળસુ હોવાથી બીજો ધંધો નથી શોધતો એમ તો નથી ? હું શિક્ષકના જીવનને જીવું છું કે તેથી ઊલટું ? હું કામચલાઉ રસ્તે ચાલતો શિક્ષક છું કે હું સાચે જ શિક્ષક થવા ઉમેદ રાખું છું ?