આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૬૬
 

પ્રાથમિક શાળામાં શિક્ષક આવા સવાલોના જવાબ પોતે જ શોધવા; અને ઉત્તર રૂપે એમ આવે કે આ ધંધામાં રહેવાને આપણે લાયક નથી, તો આપણે ચાલતા થવું જોઈએ. એમ નહિ કરીએ તો આપણને રજા આપનારા મળી રહેશે જ. ૬૬ કોની સામે લડવું ? હું જ્યારે જ્યારે આપણી પ્રાથમિક શાળાઓ જોઉ છું ત્યારે ત્યારે મને અત્યંત દુ:ખ થાય છે. તેથી હું કેટલાય દિવસ સુધી ગમગીન રહું છું. 1516 થોડા વખત પહેલાં મેં એક પ્રાથમિક શાળા જોઈ. મારી કલ્પનામાં નહોતું કે આવી ભયંકર ગંદી પ્રાથમિક શાળા કદી હોઈ શકે. આખું ભોંયતળિયું કબૂતરની ચરકથી ગાર થયેલું હતું. એ કબૂતરની ચરક ઉપર જ બાળકો ફરતાં હતાં અને બેઠેલાં હતાં. એ કબૂતરની ચરકની ગંધનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ શ્વાસોચ્છ્વાસ લેતા હતા. કંમ્પાઉન્ડમાં અને શાળામાં કાગળના ડૂચાઓ અને કબૂતરના માળાઓના કચરા જ્યાં ત્યાં ઊડતા હતા. કમભાગ્યે એક બકરીનું બચ્ચું વર્ગોમાં ફરતું હતું; કંપાઉન્ડમાં એક ગધેડું ઊભું હતું. શાળાની દીવાલો પડું પડું થઈ રહી હતી, અને તેમાં કરોળિયાનાં પડો અને બાવાંઓનો પાર નહોતો. ઉપરથી જૂના કાટવળામાંથી કચરો ખર-ખર ખરતો હતો. અને બીજી શાળા જોયાનું પણ યાદ આવે છે. તે એક અંધારી ઓરડી હતી.