આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૬૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૬૭ ભોંયતળિયું ભેજથી ભીનું અને ગંધાતું હતું; પ્રકાશ અને હવાનો અભાવ હતો. ગાડીમાં પુરાયેલાં કૂતરાંની જેમ બાળકો ખડકયાં હતાં; તેમનાં લૂગડાં સ્વચ્છ રહી શકે તે અશક્ય જ હતું. અને ગમે તેવી સુંદર તંદુરસ્તીને બગાડી નાખે તેવું વાતાવરણ હતું. એક બીજી શાળા જોયાનું પણ યાદ આવે છે. આજુબાજુ અઢીંગ ગંધાતું હતું; બીજી જગ્યાએ આવે પેશાબની ત્યાં નદી વહેતી હતી; બાજુમાં જ એક ઉકરડો હતો, તેમાંથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતી હતી. આવી ગંદી હવા અને અજવાળા વિનાની શાળાઓ બાળકોનું જીવતું નર્ક છે, તેમને વહેલામાં વહેલી તકે રોગના ભોગ બનાવનારી ભયંકર રોગશાળાઓ છે. આ બાબતમાં હું તમને શિક્ષકોને પણ જવાબદાર ગણું છું. ખાતાંઓ કન્ટીજન્ટ નથી આપતાં એ તમારી દલીલ છે. હું એમ કહું છું કે આપણે ખાતાંઓ સાથે લડીને પણ શાળાની સ્વચ્છતા માટે ખર્ચ મેળવવો જોઈએ. આપણે આપણા પગારના વધારા માટે લડીએ તે કદાચને આજે ઠીક ન લાગે, અગર તેમાં આપણો નર્યો સ્વાર્થ દેખાય; પણ સ્વચ્છતા માટે લડવું એ આપણો કેળવ ધર્મ છે; અને એ ધર્મ આપણે ન બજાવીએ તો આપણે ભયંકર પાપ કરીએ છીએ. આપણી જ આંખ તળે આપણે આપણી પ્રજાને-બાળકોને ગંદકીમાં કેમ રાખીએ ? ક્ષયના જંતુઓના ભોગ થઈ પડે તેવી