આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૬૮
 

૬૮ પ્રાથમિક શાળામાં શિક્ષક સ્થિતિમાં કેમ જ ભણાવીએ ? આપણે ખાતાંઓને સાફ- સાફ કહી શકીએ કે આ પાપમાં અમારે નથી પડવું, જરૂર પડે તો આપણે આવી શાળાઓમાં ભણાવવાનું કામ મોકૂફ રાખી નિકાલ માગીએ. આવા કામમાં આપણે માબાપોનો સાથ મળશે; બાળકો પ્રત્યેની લોકદયા આપણી બાજુમાં રહેશે. આપણે અવશ્ય આ બદી સામે લડવું જોઈએ. શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ માટે ખાતાંઓ સામે લડે છે એ જાણી ખાતાંઓ ક્રોધ કરવાને બદલે તેમની કિંમત સમજશે અને સમાજ શિક્ષકોની આવી નિઃસ્વાર્થતા માટે તેમને અભિનંદશે. જેમ આપણે બાળકોને માટે ખાતાંઓ સામે લડવાનું છે તેમ જ આપણે બાળકોનાં માબાપો સાથે પણ લડવાનું છે. લડવાનો અર્થ મારામારી કરવાનો નથી, પણ પ્રથમ આપણે બીજાને સમજાવાનો છે, અને ત્યાર પછી આપણે તેમનો સહકાર છોડવાનો છે. માબાપો પોતાનાં બાળકોને બાલ્યાવસ્થામાં તુચ્છ ગણી તેમને શાળામાં ગંદા, અસ્વચ્છ, જંટિયા વાળવાળાં, સડેલ ટોપી સાથે નખ વધેલાં, શેડા ભરેલાં, મેલાં અને ઘેલાં, મોકલે છે; આપણે તે સહન ન કરીએ. આપણે તેવાં બાળકોને માબાપોને ત્યાં પછાં મોકલીએ, અને માબાપોની સામે લડત આદરીએ. આ લડત આપણા સ્વાર્થની નથી; કેવળ માબાપોના ભલાની છે. માબાપોને સમજવું જ પડશે અને તેઓની બેદરકારીમાં અવશ્ય ઘટાડો થશે. બાળકો પ્રત્યે માબાપનું લક્ષ આપણે જ ખેંચવું જોઈએ, અને બાળકોના વડીલ તરીકે આપણે માબાપો સામે ઝૂઝવું