આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૬૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૬૯ જોઈએ. આપણે ત્યારે જ બાળકોને ભણાવીએ કે જ્યારે તેઓ સ્વચ્છ હોય જ્યારે માબાપોએ તેમની સ્વચ્છતા માટે સંપૂર્ણ કાળજી લીધી હોય. - આપણી લડતનું ત્રીજું અંગ ખુદ માબાપોને સમજાવવાનું છે. માબાપો બાળકોને મારે છે અને લાલચથી વશ કરે છે. તેમને આપણે પગે ચાલી, પગે લાગી તેમ ન કરવા આજીજી કરવી; અને તેમ છતાં ન માને તો તેમની સામે સામાજિક બહિષ્કારનો ઝંડો ઉપાડવો જોઈએ. યાદ રાખજો કે આમા આપણો સ્વાર્થ નથી અને તેથી જ આપણો તેમાં વિજય થશે. આપણે આપણી ચડતી માગીએ છીએ તો કંઈ નહિ તો એટલા માટે પણ આપણે બાળકોને તમામ તાપમાંથી ઉગારવાનો મહા પ્રયત્ન આદરીએ, આપણી પ્રતિજ્ઞા હોવી જોઈએ કે ગામમાં એક પણ બાળકને કોઈ માર મારે નહિ, કોઈ કનડે નહિ, કોઈ તેને ફોસલાવે નહિ, કોઈ તેને ડરાવે નહિ. બાળક સ્વતંત્રપણે પોતાની જાતને સાચવે અને વિકાસ કરે તેવી સ્થિતિ આપણે અહોનિશ મહેનત કરીને લાવશું. Ther organ