આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૭૦
 

૭૦ પ્રાથમિક શાળામાં શિક્ષક શિક્ષકની કબૂલાત હું એક શિક્ષક છું. મેં ‘‘શિક્ષકનાં કન્ફેશન્સ’’ એવા લેખનું એક ઠેકાણે મથાળું વાંચ્યું અને મને થયું કે હું તો મારાં કન્ફેશન્સ એટલે કબૂલાત કરું ? વર્ષોથી હું શિક્ષણના ધંધામાં છું, શિક્ષક તરીકેની યોગ્યતા મેળવતાં શિક્ષણશાસ્ત્ર અને પદ્ધતિનું મેં જે જ્ઞાન એક વખત મેળવી લીધું તેમાં મેં ઘણો જ થોડો વધારો કર્યો છે. જાહેર વાચનાલયમાં હું જાઉં છું, પણ શિક્ષણવિષયક પત્રોને હું ભાગ્યે જ અડું છું. લાયબ્રેરીઅનની ઇસ્યૂ બુક જોઉ છું તો મારા નામ સામે બીજા ઘણા ગ્રંથો દેખાય છે, પણ શિક્ષણ વિષયક એકે ગ્રંથ મારા નામે જણાતો નથી. વાંચવાની ટેવ મારામાં છે ખરી. શરૂઆતનાં વર્ષોમાં પાઠયપુસ્તકો અને તે ઉપરની નોંધો વાંચવામાં હું રોકાતો. હવે તો માત્ર કોઈ વાર પાઠયપુસ્તક બદલાય છે ત્યારે તે જોઈ જવાનું રહે છે. મારો વાચનપ્રદેશ દૈનિકો, માસિક-છાપાંઓ અગર ઈધરતીધરની નવલકથાઓ છે. શાળા પછીના સમયમાં શિક્ષણ વિષયક વાતો ક્વચિત જ કરું છું. કોઈને ડિસ્મિસ કર્યાની, કોઈને પ્રમોશનની, ફોર્મ આપ્યાની, પરીક્ષાની, ઉપરી અધિકારીઓની અગર સ્ટાફની, બુકસેલરોની, એવી એવી જાતની વાતો મારી વાતનો મુખ્ય વિષય છે. અમે બધા શિક્ષક ભાઈઓ રિસેસમાં ચા-પાણી માટે એક બીજા ત્યાં મળીએ છીએ ત્યારે ઘણી વાતો કરીએ છીએ; પણ