આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૭૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૭૧ શીખવવું કેમ, શિક્ષણનાં સાધનો, વિદ્યાર્થીઓ વગેરે સંબંધે વાતો થતી નથી. અને વાત કરવાનું કાંઈ કારણ પણ નથી રહેતું. શાળાનો સમય નિશ્ચિત છે, અભ્યાસક્રમ સ્થિર છે, ઘંટથી સમય બદલાય છે ને પરીક્ષાને માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. પદ્ધતિના ઢાળા ઢળેલાં છે. નિશાળમાં જાઉં છું, હંમેશનાં પાઠો લઉં છું ને દઉ છું; કાંઈક યુક્તિથી, કાંઈક શક્તિથી, કાંઈક પ્રતિભાથી અને મુખ્યતઃ શાળાના ડિસિપ્લિના નિયમોથી વ્યવસ્થા જાળવું છું અને કામ કર્યું જાઉં છું. હું વિષયો ઊંડા ઊતરીને શીખવતો જ નથી. કારણ પરીક્ષામાં જેટલું શીખવવું જરૂરનું છે તેથી વધારે શીખવવા જતાં વખત ઓછો પડે, વિદ્યાર્થીઓને નકામી વાર લાગે અને ઉપરીને નકામો પડારો લાગે. વિદ્યાર્થીઓને હું નામથી અને તેમને પાઠ આવડે છે કે નથી આવડતા તે રીતથી જ માત્ર જાણું છું. તેમના કુલશીલ કેવાં છે, મૈત્રી કેવી છે, મનોવિહાર કેવો છે વગેરેમાં હું કશું જાણતો જ નથી. તેઓને અને મારે નજીકનો સંબંધ છે જ નહિ. તેઓની બુદ્ધિનો કાંઈક ખ્યાલ મને છે, પરંતુ તેમના હૃદય વિષે તો હું કેવળ અજ્ઞાત છું. પહેલો કોણ અને છેલ્લો કોણ તે હું દેખું છું, પરંતુ તેમની શારીરિક શક્તિ-અશક્તિની મને ખબર નથી. પાઠ કરી લાવે છે તે હુશિયાર છે, અને તેઓ મને ગમે છે; બાકીના ઠોઠ અને અણગમતા છે. તેમનો મારા ઉપર કે મારો તેમના ઉપર ખાસ પ્રેમ કે રાગ નથી. અમે પરસ્પરનો વિશ્વાસ તો ક્યાંથી જ