આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૭૨
 

૭૨ પ્રાથમિક શાળામાં શિક્ષક ભોગવતા હોઈએ ? તેઓ મારાથી ડરે છે તો હું તેમના ઉપર અધિકાર ભોગવું છું. નિશાળ છોડયા પછી કોઈ અપમાન કરનાર વિદ્યાર્થી સિવાય બીજા વિદ્યાર્થીઓ ભાગ્યે જ સાંભરે છે. તેઓ તેમને ત્યાં ને હું મારે ત્યાં. પડયા પડયા પરીક્ષા આવી છે માટે હવે દઢ પુનરાવર્તન કરાવી નાખીએ, રિસેસમાં પણ કામ કરીએ, આવો વિચાર તેમને વિષે આવે છે. તેઓનાં ઘરો મેં તો નથી જોયાં, પણ મારું ઘર પણ મેં તેમને દેખાડયું નથી; એવો સંબંધ રાખ્યો જ નથી. મારું સ્વપ્નું પ્રમોશન મેળવતાં-મેળવતાં આચાર્ય થવાનું અને વર્ષો પૂરાં કરી રિટાયર્ડ થઈ પેન્શન મેળવવાનું છે. મારી ઇચ્છા અવસ્થા પાકે તે પહેલાં પાંચ પૈસા બચાવી કોરે મૂકવાની છે. એટલા માટે તો હું વધતા વખતમાં ટયૂશન પણ રાખું છું. મારી ઇચ્છા નાતજાતમાં ઠીક ઠીક રહી, છોકરાખૈયાં સારી રીતે ઠેકાણેસર કામે લગાડી, પરણાવી પહટાવી જિંદગીનો આરામ મેળવવાની છે. આ બધાં માટે પ્રવૃત્તિ કરવાની મારી વૃત્તિ છે. આજે શિક્ષણનો ધંધો પણ મારે મન એક પ્રવૃત્તિ છે. આવું છે ત્યાં શિક્ષણનો આદર્શ, શિક્ષણની સુધરેલી પદ્ધતિથી શીખવાનો આગ્રહ, શિક્ષણમાં નવા પ્રયોગો કરવાની ધગશ, એવું બધું મારામાં છેય નહિ ને આવવાનું પણ નથી. આજે જે જે મારી સ્થિતિ છે તે મારે ચોખ્ખચોખ્ખી રીતે જણાવી દેવી જોઈએ. મારી પોતાની તો આવી સ્થિતિ છે. બીજા ભાઈઓની હોય તેવી ખરી.