આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સાત


આપણે સંગઠિત થઈએ તે પહેલાં આપણે સારા શિક્ષક બની રહેવાની આપણી ફરજ આપણે અદા કરવી પડશે. જ્યારે હક્કો માગવા જઈશું ત્યારે સામેથી યોગ્યતાનો સવાલ થશે. એવી યોગ્યતા સંપાદન કરીને જ આપણે બહાર પડીએ. નિંદા, સામાજિક પરંપરાગત જીવનવ્યવહાર, અને આળસમાંથી મુક્ત થઈ આપણે હજી શિક્ષણશાસ્ત્રનાં પુસ્તકોનો અભ્યાસ કરવા બેસી ગયા નથી. આપણે ભૂખ્યા પેટે પણ ઈશ્વર સાથે રાખી સાચી દાનતથી ગરીબ તેમ જ પૈસાદારનાં બાળકોને સમદષ્ટિથી ભણાવી ચૂકયા નથી. આપણે ઉપરી અધિકારીઓની ખુશામત અથવા નિંદામાંથી હજી છૂટવાનો વિચાર સરખોયે કર્યો નથી. શાળામાં રાજ જેમ ઊભા રહી છોકરાઓને મારવામાં અને અમલદાર સામે લળીલળીને ‘જી હા’ કરવામાં આપણે કર્તવ્યસમાપ્તિ કરી છે. આમ આપણો કોણ ભાવ પૂછવાનું છે ? કોણ હિંમત કરવાનું છે ? અને કોણ સ્થાન આપવાનું છે ? અને આવા આપણે સંગઠન કરીએ તો તે કેવું વિચિત્ર અને હાસ્યાસ્પદ સંગર્ચ્છન થાય તે સહુ કોઈ સમજી શકે તેમ છે. ત્યારે પ્રથમ આપણે તૈયાર થઈએ. એટલે કે વિદ્યાની ઉપાસના કરીએ, કર્તવ્યનું પાલન કરીએ અને નિર્ભયતાને કેળવીએ. આપણે તૈયાર થયા એટલે આપણે આપણો વાવટો ઊંચો કરી જગતને પોકારીને કહી દઈશું કે જેઓ અમારો સ્વીકાર કરતાં નથી, તેઓ અમને સમાન્ય ગણશે, અમને પેટિયા જ ગણશેં અમને મહેતાજી જ ગણશે, અમને છોકરાં રમાડનાર અને શાકપાંડદું લાવનાર ઘરનો મે'તો ગણશે, ત્યાં સુધી અમે દુનિયાનાં બાળકોને ભણાવવાના નથી. જેઓ દુનિયાનાં બાળકોને ભણાવી શકતા હોય તેઓ ભલે ભણાવે. માબાપો પોતાનાં બાળકોને ભલે ભણાવે; પણ અમે તો તેમને ભણાવશું જ નહિ. આપણી યોગ્યતાનો સ્વીકાર ન થાય તો આપણે શિક્ષણ માત્રને બંધ