આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૭૪
 

૭૪ પ્રાથમિક શાળામાં શિક્ષક છે એ બધાં બહિર ચિહ્નો છે. ઉક્ત બાબતમાં કેટલીક બાબતો શિક્ષણની દૃષ્ટિથી બની શકતી હોય છતાં ક્રોધને તેમાં અવકાશ રહે છે. બાળકને ન આવડે ત્યારે ક્રોધ ચડે છે. બાળક, શિક્ષકની સમજણ પ્રમાણે, તોફાન કરે છે ત્યારે ક્રોધ ચડે છે. બાળક ધાર્યા પ્રમાણે ન કરે ત્યારે ક્રોધ ચડે છે. બાળક શિક્ષકનું અપમાન થાય એમ વર્તે છે ત્યારે ક્રોધ ચડે છે. મુલાકાત લેનારાઓ હાજર હોય છે અને બાળક સુંદર દેખાતું નથી ત્યારે ક્રોધ ચડે છે. બાળક કામ ન કરતાં રખડે છે ત્યારે ક્રોધ ચડે છે. બાળકોને ન આવડે તેમાં તેનો દોષ ન કાઢવો. શિક્ષણ- શાસ્ત્રના ગ્રંથોમાં તે માટે ખુલાસો શોધવો. સાજું, તંદુરસ્ત બાળક તોફાન કરતું જ નથી. નીતિભર્યાં અને સમાજવ્યવસ્થાને અબાધક એવાં બાળકનાં સઘળાં કાર્યો બાળકના હિતનાં છે; ભલે તે આપણને તોફાન જેવાં લાગે. તોફાની બાળકને ડૉક્ટર પાસે લઈ જાઓ. માનસશાસ્ત્રીની દૃષ્ટિથી વિલોકો, આધ્યાત્મિક દૃષ્ટિથી તેના દોષો નિવારો. આપણાં ધાર્યા પ્રમાણે બાળકે કરવું જ જોઈએ એ ભયંકર વિચારને છોડી જ દેવો. તેનો સર્વથા ત્યાગ કરવો. નીતિની અને સમાજવ્યવસ્થાની મર્યાદામાં રહી બાળક પોતાના જ ધાર્યા પ્રમાણે ભલે કરે. બાળક શિક્ષકનું અપમાન થાય તેમ વર્તે છે, એમ આપણે જ માની લઈએ છીએ. બાળક કે બીજા કોઈના મનમાં એવું વસતુંય નથી. મુલાકાત લેખારાઓની એ રીતે જરા પણ પરાવ ન રાખો.