આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૭૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૭૫ બાળક કામ ન કરતાં રખડે ત્યારે શોધી કાઢો કે કયું કામ કરવા તે તૈયાર છે ? અથવા સમજો કે રખડવાનું જ કામ તેના વિકાસના માર્ગે અતિ ઉપયોગી છે. બાળકને મરાય તો નહિ જ. તેને ડારો કે ધમકી ન દેવાય. આમ કરશો તો આ નહિ મળે, અથવા આમ થશે.’’ એમ કહેવું એ પણ શિક્ષા જ છે. તેની વિરુદ્ધ રૂકાવટ કરવી, હાથ પકડી બેસાડવું, જોસથી હાથ દબાવવો, ઉપાડીને મૂકવું, એ બધાં શિક્ષાનાં જ સ્વરૂપો છે. આંખ કાઢવી, ભવાં ચડાવીને જોવું, નાક ઉપર આંગળી મૂકી ચૂપ કરવું, દમથી સિત્કારો કરવો, અવાજમાં રોફ બતાવવો, એ બધી શિક્ષાની રીતિઓ છે. બાલમંદિરમાં બાળકો હરેક પ્રકારની શિક્ષામાંથી મુક્ત હોવાં જોઈએ. દબાણ ઉપર રાજ્યો ટકતાં નથી તો બલમંદિરના બાળકો તો શી રીતે ભણે ? બાલમંદિરમાંથી શિક્ષાનો નાશ કરીને જગતમાંથી હિંસાનું, દબાણનું, જુલમનું તત્ત્વ કાયમને માટે નાબૂદ કરવું છે. કોઈપણ જાતની શિક્ષા કરવાથી બાળકના પ્રેમના પાત્ર નહિ રહી શકીએ, તેની આપણે ચિંતા કરવી જોઈએ. નવો યુગ સ્વરાજ્યનો છે. તેમાં હિંસા નહિ હોય તો પછી શાળામાં શિક્ષા ક્યાંથી રહેશે ? કેમ રહેવી જોઈએ ? આપણા મનમાં જ્યારે બાળક ઉપર કોઈ પણ તનું દબાણ કરવાનો વિચાર આવે, ત્યારે બાળક કેટલું નિર્બળ છે અને આપણે કેટલા બળવાન છીએ તેનો જ વિચાર કરી લેવો. નિર્બળને શિક્ષા કરવી એ હિંસાથી પણ ખરાબ છે. બાળકને