આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૭૬
 

૭૬ પ્રાથમિક શાળામાં શિક્ષક શિક્ષા કરીને આગામી પેઢીના મૂળમાં હિંસાનું પાણી સિંચીએ છીએ. બાળકને શિક્ષા કરીને આપણે આપણી જ અસંયમી વૃત્તિ દાખવીએ છીએ. સંયમ શિક્ષા કરવામાં છે કે શિક્ષા ન કરતાં પોતાની જાતને રોકવામાં છે ? સંયમ સારો કે અસંયમ ? સંયમથી કલ્યાણ છે કે અસંયમથી ? બાળકને શિક્ષા કરતાં આપણી આસુરીવૃત્તિનું સહેજે પ્રદર્શન થઈ જાય છે. તપ કરવું હોય તો બાળકને ન મારતાં-ન દબાદતાં શીખો. સૌ કોઈ કહે છે કે શિક્ષા કર્યા વિના બાળકને રસ્તે લેવું મુશ્કેલ છે. સહેલે રસ્તે જવામાં તપશ્ચર્યા કે અઘરે ? શિક્ષાનું પાપ તો દેખાઈ આવે, પણ શિક્ષા ન કર્યાનું પુણ્યફળ તો કલ્યાણ મળે ત્યારે જ સમજાય. પવિત્ર અને નિર્દોષ એવા પ્રભુના સ્વરૂપના બાળકના પરિચયને શિક્ષાના વિચાર માત્રથી દૂષિત કરો નહિ ! કલ્યાણને ડુંગરે ચડવાની સીડીને ઘણે ઊંચે પગથિયે બાલમંદિરનાં બાળકોનું શિક્ષણ છે. ગુલાબની કળીને છૂંદવાથી-તેના ઉપર આઘાત કરવાથી ગુલાબ નહિ ઊઘડે; આપણે તેની સુવાસ નહિ પામીએ. બાળકને મારવાથી આપણે તેને મનુષ્ય નહિ બનાવી શકીએ; એમાંથી ઉચ્ચ મનુષ્યત્વની સુવાસ નહિ પ્રસરે. ભૂલે-ચૂકે શિક્ષા થઈ જાય તો શું કરો ? તપશ્ચર્યા કરો. ઉપવાસ કર્યોથી, ભોગનો ત્યાગ કરવાથી, હાથ ઘસવાથી, માથું પછાડવાથી, આવી બાબતમાં તપશ્ચર્યા થઈ શકે છે. જૂની ટેવને લીધે બાળક ઉપર ક્રોધ થઈ જાય, તેને શિક્ષા કરાઈ જાય, તેના ઉપર દબાણ કરાઈ જવાય, તો નિરાશ ન થાઓ; ફરી-ફરી