આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૭૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૭૪ સંયમની સાધના કરો. મુમુક્ષુને સંયમની સામે લડવામાં બમણું શૂર ચઢે છે, અને ભારે મજા પડે છે. આપણા બચપણના દિવસો આપણે સંભારીશું તો આપણે કોઈને પણ મારવું પસંદ કરી શકીશું જ નહિ. બાળક પૂર્વજન્મના સંસ્કારો લઈને આવેલું છે. માતાપિતાએ પણ તેને વારસામાં ઘણા ગુણ-દોષો આપેલા છે. ગૃહમાંથી પણ તેના ઉપર અનેક સારીનરસી છાપો પડે છે. બાળક પોતાનો, શરીરનો, મનનો, અને આત્માનો વિકાસ શોધવા સતત મથે છે એવો માનવશાસ્ત્રનો, શરીરશાસ્ત્રનો અને જીવનશાસ્ત્રનો મત છે. શિક્ષાથી પૂર્વગત સંસ્કારોને,વારસામાં મળેલા ગુણદોષોને, ઘરની છાપોને અને બાળકની વિકાસ માટેની સાહજિક વૃત્તિને આપણે શી રીતે રોકી શકીએ ? બાળકના શરીરના રોગો માટે દવાના ઉપચાર કરો. મનના રોગોના નિવારણ માટે શિક્ષણશાસ્ત્રીની દૃષ્ટિએ બાળકને અવલોકો, અને તેના યોગ્ય વિકાસ માટે અનુકૂળ વાતાવરણ રચો. પૂર્વજન્મના સંસ્કારોને લઈને આવેલ બાળકો એકબીજાથી અનેક રીતે જુદાં છે. પ્રત્યેક આત્માની ભૂલ જુદા-જુદા પ્રકારની છે. અને તેની જુદી-જુદી રીતે સુધારાય છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે કેળવણીનું ગમે તેવું વાજું ગોઠવો, શિક્ષા વગેરેથી બાળકને ગમે તેટલું દબાવો, તમારી ઇચ્છા પ્રમાણેના માર્ગે તેને લઈ જવા માટે તમે ગમે તેટલી જાળ પાથરો, પણ બાળક તે ગણકારશે નહિ; તે તેમાંથી ગમે ત્યારે છૂટી જશે ને પોતાને ધારેલ માર્ગે જ જશે. દરેક આત્માને