આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૮૦
 

૮૦ પ્રાથમિક શાળામાં શિક્ષક આપણે ધંધો ખીલવો કદી એમ ન ધારો કે આપણે કશી વિસાતમાં નથી. જરા થોભો અને ઝીણી નજરે વિચાર કરો. આપણે ગામ આખાનાં, પ્રાંત આખાનાં ને દેશ આખાનાં બાળકોને ભણાવનારા છીએ. આપણે તેમના મનનો અને શક્તિનો વિકાસ કરનારા છીએ. આપણે તેમની અંતઃશક્તિને બહાર આણનારા છીએ. આપણે તેમની નીતિમત્તા અને ધર્મના મૂળમાં સિંચન કરનારા છીએ. ટૂંકમાં, આપણે તેમના દષ્ટા, માર્ગદર્શક ને તેમના નેતા છીએ. પણ આપણે માનીએ છીએ કે આપણે પંતુજી છીએ, મહેતાજી છીએ, આપણે કાંઈ વિસાતમાં નથી, આપણે એટલા દીન થઈને કહીએ છીએ અને રહીએ છીએ કે એક સાધારણ પોલિસનો સિપાઈ આપણને સહેલાઈથી ગોદો મારી શકે છે. એક વહીવટી કારકુનની પ્રતિષ્ઠા આપણાથી વધારે છે. સરકારના કાગળિયાની વ્યવસ્થા કરનાર એક ટપાલ-માસ્તરનો દરજ્જો આપણાથી વધારે ગણાય છે. આ દીનતા શા માટે રાખવી ? આપણને ઓછો પગાર મળે કે વધારે, પણ શા માટે આપણે ઊંચું માથું રાખી ન ચાલવું ? શા માટે આપણે આપણી છાપ ન પાડવી કે આપણી પદવી એક દાક્તર, વકીલ કે હરકોઈ ધંધાદારીને